પ્રમુખસ્વામી મહારાજની દીક્ષા દિવસના પ્રસંગે 58 પાર્ષદોને ભાગવતી દીક્ષા અપાશે

0

[ad_1]

ભારત, અમેરિકા અને યુ કે સહિતના દેશના યુવકો પાર્ષદ બાદ હવે સાધુ થશે

બે દિવસ પહેલા 43 યુવકોને પાર્ષદી દીક્ષા અપાઇ હતી

Updated: Jan 9th, 2023

(File photo) અમદાવાદ,

પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવમાં મંગળવારે પ્રમુખસ્વામી મહારાજની દીક્ષા દિવસના પ્રસંગે જ 58 પાર્ષદોને ભાગવતી દીક્ષા આપવામાં આવશે. આ સાથે બીએપીએસમાં સાધુઓની સંખ્યા 1200થી  વધારે થશે. ભાગવતી દીક્ષા બાદ તમામને બીએપીએસમાં મહંત સ્વામી અને વરિષ્ઠ સંતોની સુચના મુજબની જવાબદારી સોંપવામાં આવશે.  મંગળવારે પ્રમુખ સ્વામી મહારાજનો દીક્ષા દિવસ છે . ત્યારે પ્રમુખસ્વામીનગરમાં આ પ્રસંગે મહંત સ્વામીના હસ્તે 58 પાર્ષદોને ભાગવતી દીક્ષા અર્પણ કરીને સાધુનું પદ આપવામાં આવશે.  ખુબ ઉચ્ચ કક્ષાનો અભ્યાસ ધરાવતા આ યુવા પાર્ષદોની દીક્ષા પ્રસંગે તેમના પરિવારજનો અને સ્નેહી જનો ખાસ ઉપસ્થિત રહેશે.  પાર્ષદી દીક્ષા લીધા બાદ અનેક વર્ષો સુધી વિવિધ સેવા આપ્યા બાદ તેમને ભાગવતી દીક્ષા આપવામાં આવે છે.  આ પહેલા તેમને સંસ્કૃત, અગ્રેજી અને વિવિધ વિષયોમાં જ્ઞાનની સાથે સામાજીક અને આધ્યાત્મિક સેવાના અભિગમ સાથે તૈયાર કરાયા હોય છે.   આમ હવે બીએપીએસમાં સાધુઓની સંખ્યા 1200થી વધુ થશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *