મોબાઈલ એપ પર AMTSની કઈ બસ ક્યારે આવશે તે જાણી શકાશે

0

[ad_1]

  • રૂ. 7 કરોડના સુધારા સાથે રૂ. 574 કરોડનું બજેટ મંજૂર
  • AMTSનું દેવુ રૂ. 300 કરોડ વધશે, નવી 100 ઈલેક્ટ્રિક બસનો વધારો
  • બેફામ બસો હંકારતા ડ્રાઈવરોએ 30 અકસ્માત કર્યા

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) નું વર્ષ 2023- 24 નું બજેટ રૂ. 567 કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ. 7 કરોડના સુધારા સાથે રૂ. 574 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. AMTS દર વર્ષે રૂ. 300 કરોડથી વધારે ની ખોટ કરે છે છતાં પણ ભાજપના સત્તાધીશો દ્વારા બસ ચલાવતા ખાનગી કોન્ટ્રાક્ટરોને ફયદો કરાવવા માટે વધુ નવી 100 ઈલેક્ટ્રીક, રેગ્યુલર 200 બસનો વધારો કરી અને કુલ 1109 જેટલી બસો ચલાવવાનો નિર્ણય લીધો છે. AMTSનું કુલ દેવું રૂ. 3,870 કરોડનું થયું છે. AMTSના ડ્રાઈવરો બેફામ બસ હંકારતા હોવાને કારણે એક વર્ષમાં 30 અકસ્માતો થયા હતા અને તેમાં 7 લોકોના મોત નીપજ્યા હતા. AMTS દ્વારા મોબાઈલ એપને NEC અને GNFC દ્વારા અપગ્રેડ કરાશે જેના લીધે પ્રવાસીઓને પોતાના મોબાઈલ પર કઈ બસ ક્યારે આવશે તેની જાણકારી મળશે અને આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાશે. દરેક ઝોન દીઠ એક રૂટ પર જ્યાં મહિલા પ્રવાસીઓ વધુ હોય ત્યાં પીકઅવર્સમાં મહિલા બસ શરૂ કરવામાં આવશે.

AMTSનું બજેટ રજૂ કરતાં ચેરમેને જણાવ્યું કે, રૂ. 1.5 કરોડની સરકારી ગ્રાન્ટમાંથી 50 ઈલેક્ટ્રિક બસ ખરીદાશે. લાલ દરવાજા મુખ્ય બસ ટર્મિનસની 70 ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે. મેટ્રોના અધિકારીઓ સાથે ચર્ચા કરીને મેટ્રો રેલ સાથે કનેક્ટિવિટી મળી રહે તે પ્રકારે રૂટો તૈયાર કરાશે. S P રિંગ રોડ પર બીજા તબક્કામાં અસલાલીથી સનાથલ, વૈષ્ણોદેવીથી ઝુંડાલ સુધીની બસ સેવા શરૂ કરવામાં આવશે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રિંગરોડની નજીક બે પ્લોટ ડેપો મેળવીને સિવિલ વર્ક કરાશે અને રૂ. 4 કરોડ ફાળવાશે. AMTSના પાલડી, વાડજ, અખબારનગર, નરોડા, સારંગપુર, મણિનગર, હાટકેશ્વર સહિત તમામ ટર્મિનસમાં CCTV કેમેરા લગાવવા રૂ. 1 કરોડ ફાળવાશે. દિવ્યાંગ પ્રવાસીઓને વિનામૂલ્યે પ્રવાસ માટે ફ્રી પાસ આપવામાં આવશે. શહેરમાં AMC અને ઔડાની TP ફાઈનલ થાય ત્યાં AMTS માટે પ્લોટ રિઝર્વ ફાળવવા રજૂઆત કરાશે.

MJ લાઇબ્રેરીનું 15.83 કરોડનું બજેટ મંજૂર

AMC સંચાલિત M. J. લાઇબ્રેરીના વ્યવસ્થાપક મંડળના રૂ.15.03 કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ. 80 લાખના સુધારા સાથે 2023-24ના વર્ષનું રૂ. 15 કરોડ, 83 લાખનું બજેટ મંજૂર કરાયું છે. M. J. લાઇબ્રેરીમાં નવા 4 લાખ જેટલા સભ્યોની સંખ્યામાં વધારો થયો છે. M. J. લાયબ્રેરીમાં દરરોજ બે લાખથી વધુ લોકો વાંચવાનોલાભ લે છે. સાત લાખ પુસ્તકો અને 22,000 સભ્યોના ડેટા RFID સિસ્ટમથી ઓનલાઈન કરવા રૂ. 30 લાખનો ખર્ચ કરાશે. કવિ ‘શૂન્ય પાલનપુરી’ની જન્મશતાબ્દી નિમિત્તે કવિ સંમેલન યોજાશે. કોટ વિસ્તારમાં હેરિટેજ સ્મારકોથી નગરજનો પરિચિત થાય તે માટે હેરિટેજ સ્થળે રૂ. 5 લાખના ખર્ચે કાર્યક્રમોનું આયોજન કરાશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *