Uttarayanના દિવસે આ રીતે કરો મેકઅપ, ટેરેસ પર દેખાશો હટકે!

0

[ad_1]

  • નેચરલ લૂક મેળવવા તમે બ્લશ એપ્લાય કરી શકો છો
  • હાઈલાઈટરની સાથે શિમરી આઈશેડોને કરો ટ્રાય
  • ડાર્ક લિપસ્ટિક આ દિવસે આપશે બોલ્ડ લૂક

દેશમાં ઉત્તરાયણની ધૂમ મચી છે ત્યારે લોકો તહેવારની સાથે પોતાના ડ્રેસિંગ સેન્સ પર પણ ધ્યાન આપી રહ્યા છે. ઉત્તરાયણના દિવસને મકરસંક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે. આ અવસરે અનેક મહિલાઓ ટ્રેડિશનલ લૂકમાં જોવા મળે છે. એવામાં ભીડમાં જો તમે અલગ દેખાવવા ઈચ્છો છો તો તમારો મેકઅપ યૂનિક હોય તે જરૂરી છે. તો જાણો કેવો મેકઅપ કરવો અને સાથે તેનાથી તમને પરફેક્ટ લૂક મળે.

બ્લશ લગાવો

શિયાળામાં ટ્રેડિશનલ આઉટફિટની સાથે મેકઅપ એપ્લાય કરવાનું મુશ્કેલ બની શકે છે. જો તમે ટ્રેડિશનલની સાથે નેચરલ લુક ઈચ્છો છો તો બ્લશ એપ્લાય કરી શકો છો. ફેર સ્કીનની યુવતીઓ બ્લશથી લૂક કમ્પલીટ કરી શકે છે. તેને લગાવ્યા બાદ રેગ્યુલર ફાઉન્ડેશનથી ટચ આપો.

હાઈલાઈટરનો કરો ઉપયોગ

સિમ્પલ લૂક લોકોને આકર્ષિત કરે છે. જો આઉટફિટ બ્રાઈટ કલરના હોય તો તેની સાથે યૂનિક દેખાવવા માટે લાઈટ મેકઅપ બેસ્ટ રહેશે. તેમાં ન્યૂડ આઈશેડો અને લિપસ્ટિકની સાથે સાથે બેસ પણ લાઈટ રહે છે. આ માટે તમે લાઈટ હાઈલાઈટરનો ઉપયોગ કરી શકો છો.

શિમરી આઈશેડો

ફેસ્ટિવ લુક માટે શિમરી આઈશેડો બેસ્ટ ઓપ્શન બને છે. ટ્રેડિશનલ લૂકને સુંદર બનાવવા માટે તમે તેને ટ્રાય કરી શકો છો. ગોલ્ડ કે સિલ્વર શિમરી આઈશેડો આઉટફિટને ધ્યાનમાં રાખીને તમે તેને મેચ કરો.

મેટ લૂક કરો ચેન્જ

બોલિવૂડની અનેક એક્ટ્રેસ મેટ લૂક મેકઅપને ફોલો કરે છે. સાડી કે અન્ય કોઈ ટ્રેડિશનલ લૂક પર આ સુંદર દેખાશે. આ સાથે મેટ હંમેશા પરફેક્ટ લૂક આપવામાં મદદ કરે છે. મેટ લૂકમાં સ્કીન ગ્લોઈંગ અને નેચરલ દેખાય છે. પણ આ મેકઅપ લૂકને એપ્લાય કરતા પહેલા તમે તમારી સ્કીનને જાણો તે જરૂરી છે.

ડાર્ક લિપસ્ટિક આપશે બોલ્ડ લૂક

ડાર્ક લિપસ્ટિક તમારા મેકઅપને વધારે સુંદર બનાવી દે છે. તેમાં તમને અનેક ઓપ્શન પણ મળે છે. તેને તમે આઉટફિટની સાથે મેચ કરીને પણ ટ્રાય કરી શકો છો. આ દિવસોમાં મેટ લિપસ્ટિક શેડ પણ પસંદ કરવામાં આવી રહ્યા છે.  

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *