– ચેકીંગ ટુકડીની ગાડીઓ પર માટીના ઢેફાં ફેંક્યા
– વીજ અધિકારીઓને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
ભાવનગર : પાલીતાણાના ડુંગરપુર ગામે વીજ ચેકીંગ કરવા ગયેલી ટુકડીના અધિકારીઓને લાકડી વડે માર મારી ગાળો આપી અધિકારીઓ ની ગાડી પર માટીના ઢેફાં ફેંકી ઈજા પહોચાડી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર ભુજ તાલુકાના માધાપર ગામના વાતની અને અને ભુજ પીજીવિસીએલ કચેરીમાં નાયબ ઇજનેર અને વિજિલન્સ ઇન્સટોલેશન ચેકીંગ સ્કવોડમાં ફરજ બજાવતા વિપુલભાઈ રણજીતભાઇ ગાવિત સહિતની ટીમ સાથે ભાવનગર ખાતે આવી પહોચ્યા હતા.અને જૂનાગઢ અને ભાવનગરની વીજ ચેકીંગ ટીમ પોલીસ કોન્સ્ટેબલ સાથે પાલીતાણાના ડુંગરપુર ગામે દિલીપભાઈ ભીમજીભાઇ ડાભીના વિરાના કારખાના કરવા માટે ગયા હતા અને ક્રીમ દ્વારા કાર્ય પ્રણાલી મુજબ વીજ પેકિંગ શરૂ કર્યું હતું.