ATF Price Hike: એરલાઇન્સને ડિસેમ્બર મહિનાના પહેલાં જ દિવસે મોટો ઝટકો લાગ્યો છે. સરકારી તેલ કંપનીઓએ આજે એટલે કે, 1 ડિસેમ્બરે એવિએશન ટર્બાઇન ફ્યૂલ (ATF)નો ભાવ વધારી દીધો છે. જેનાથી હવે એરલાઇન્સ પણ ભાડામાં વધારો કરી શકે છે. જેની સીધી અસર મુસાફરો પર પડશે. તેલ કંપનીઓએ 1 ડિસેમ્બરે એટીએફની કિંમતને 13,181.2 રૂપિયા પ્રતિ કિલોલીટર વધારી દીધી છે.