ઓડિશાના આરોગ્ય મંત્રી પર ફાયરિંગ થતાં છાતીમાં ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ

0

[ad_1]

  • ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબા દાસ પર હુમલો
  • અજાણ્યા બદમાશોએ તેમને ગોળી મારી
  • નબા દાસ એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા

ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબા દાસ પર ઝારસુગુડા જિલ્લાના બ્રિજરાજનગર પાસે હુમલો થયો છે. ગાંધી ચોક પાસે કેટલાક અજાણ્યા બદમાશોએ તેમને ગોળી મારી હતી. ત્યાર બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નબા દાસ એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.

અહેવાલ અનુસાર, જ્યારે નબા દાસ પોતાની કારમાંથી બહાર નીકળ્યા ત્યારે અજાણ્યા બદમાશોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. જો કે, તેમના પર શા માટે ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ ઘટના બાદ નબા દાસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ બીજેડી કાર્યકર્તાઓ ધરણા પર બેસી ગયા હતા ત્યારબાદ ઘટનાસ્થળે તણાવ વધી ગયો છે.

એવું માનવામાં આવે છે કે નબા દાસ પરનો આ હુમલો પૂર્વ આયોજિત હતો કારણ કે મંત્રીને કથિત રીતે નજીકથી ગોળી મારવામાં આવી હતી. આ ઘટનાએ ફરી એકવાર સુરક્ષા પગલાં પર ગંભીર સવાલો ઉભા કર્યા છે કારણ કે નબા દાસને પોલીસ સુરક્ષા પણ આપવામાં આવી હતી.

ઓડિશાના કેબિનેટ મંત્રી પર ફાયરિંગ કરનાર પોલીસકર્મીની ઓળખ ગોપાલ દાસ તરીકે થઈ છે જે ગાંધી ચોકમાં ASI તરીકે તૈનાત હતા. મળતી માહિતી મુજબ ASI ગોપાલ દાસે પોતાની રિવોલ્વરથી નબા દાસ પર ફાયરિંગ કર્યું હતું.[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *