આપણે ભારતીયો લાંબા સમયથી વિવિધ ઓનલાઇન સર્વિસના પાસવર્ડ ફેમિલી અને ફ્રેન્ડ
સાથે શેર કરતા આવ્યા છીએ. કાં તો ફ્રેન્ડ સાથે મળીને સોલ્જરી કરીને કોઈ ઓટીટી
પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન ભરવામાં આવે અને પછી તેના પાસવર્ડનો સૌ કોઈ ઉપયોગ કરે
અથવા ઉદાર મનની વ્યક્તિ પોતે ભરેલા સબસ્ક્રિપ્શનના પાસવર્ડની સૌ સાથે વહેંચણી કરે.