હવે મનુષ્યના હેર ટ્રાન્સપ્લાન્ટની જેમ પક્ષીઓની તૂટેલી પાંખોનું પણ ટ્રાન્સપ્લાન્ટ થશે

0

[ad_1]

  • વિશ્વમાં ત્રીજી અને ભારતની પહેલી ફેધર લાઈબ્રેરી બની
  • પક્ષીઓની પ્રજાતિઓ લુપ્ત થતી અટકાવવા માટેનો પ્રયાસ
  • પક્ષી પ્રેમી શર્વિન એવરેટ અને ઈશા મુનશીએ ફેધર લાઈબ્રેરી બનાવી

આધુનિક ટેકનોલોજીને લઈને દુનિયા હરણફાળ ભરી રહી છે ત્યારે અમદાવાદના એક યુવાનની મહેનતના કારણે વિશ્વમાં ત્રીજી અને ભારતની પહેલી ઓનલાઈન ફેધર લાઈબ્રેરી બનાવવામાં સફળતા મળી છે. આ ફેધર લાઈબ્રેરીની મદદથી હવે મનુષ્યના હેર ટ્રાન્સપ્લાન્ટની જેમ પક્ષીઓની તૂટેલી પાંખોનું પણ ટ્રાન્સપ્લાન્ટ પણ ભારતમાં શક્ય બન્યુ છે.

લાઈબ્રેરી શબ્દ સાંભળતા જ તમારા મનમાં પુસ્તકો ભરેલો એક રૂમ આવતો હશે પણ અહીંયા જે લાઈબ્રેરીની વાત કરવામાં આવી રહી છે તે આપણી કલ્પના કરતા કંઈક અલગ છે કારણ કે આ લાઈબ્રેરી છે ફેધર લાઈબ્રેરી. જે મનુષ્ય માટે નહિ પણ પક્ષીઓ માટે અને લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિઓ માટે બનાવવામાં આવી છે. ફેધર એટલે પીંછા અને આ લાઈબ્રેરી અલગ અલગ પક્ષીઓના પીંછાઓની જાળવણી કરશે. ભારતમાં અત્યારસુધી પાંખોના ટ્રાન્સપ્લાન્ટના અભાવે અનેક પક્ષીઓની પ્રજાતિઓ લુપ્ત થઈ છે જેને અટકાવવા માટે અમદાવાદ શહેરના યુવા પક્ષી પ્રેમી શર્વિન એવરેટ અને તેની મિત્ર ઈશા મુનસીએ ઓનલાઈન ફેધર લાઈબ્રેરી બનાવી છે. જેનાથી તાજેતરમાંજ 10 પક્ષીઓની પાંખો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. જેનાથી ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા પક્ષીઓનો નવજીવન મળ્યુ છે.

આ ફેધર લાઈબ્રેરી ફ્કત આટલા સુધી જ સીમીત નથી. પણ આ ફેધર લાઈબ્રેરી પક્ષીઓ પ્રત્યે રુચી ધરાવતા સામાન્ય નાગરિકોને પણ મદદરૂપ થશે. અત્યાર સુધી 100થી વઘુ પક્ષીઓની પ્રજાતિઓના પીંછાનું કલેક્શન આ લાઈબ્રેરીમાં કરવામાં આવ્યુ છે. જેનાથી સમગ્ર ભારતભરમાં આવી 100 પ્રજાતિના પક્ષીઓને પીંછાની જરૂર હોય તો લાઈબ્રેરીમાંથી મળી રહેશે. સાથે જ આવી અલગ અલગ 100 પ્રજાતિઓના પક્ષી વિશેની માહિતી પણ કોઈપણ નાગરિક આ લાઈબ્રેરીમાંથી મેળવી શકશે.

હોસ્પિટલમાં કેર ટેકર જેવી સામાન્ય નોકરી કરતા આ યુવાને ફેધર લાઈબ્રેરી બનાવીને વેટરનરી ક્ષેત્રમાં ભારતને હરળફાળ અપાવી છે. સાથે જ આ શોધ પછી ભારતની વિવિધ પક્ષીઓની પ્રજાતિઓ લુપ્ત થતી પણ અટકશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *