સુરતની લાજપોર જેલ ફરી વિવાદમાં આવી છે જેમાં કુખ્યાત ઠગ ઈમ્તિયાઝ સદ્દામ પર હુમલો થવાની ઘટના બપની છે,તમાકુની માથાકૂટ લોહીયાળ હોવાની ચર્ચા સૂત્રો તરફથી મળી રહી છે,બાજુની બેરેકના 3 આરોપીઓએ હુમલો કર્યો છે તો આ હુમલો તમાકુ ખાવાની બાબતે થયો હોવાની ચર્ચા પણ સામે આવી છે,55 દિવસથી ઈમ્તિયાઝ લાજપોર જેલમાં છે બંધ.અગાઉ ઈમ્તિયાઝની બેરેકના આરોપીઓને અન્ય આરોપીઓએ માર્યા હતા,ત્રણેયને ફરી મોકો મળતા બેરેકમાં ઘૂસી કર્યો હુમલો.
જેલમાં સ્ટીલની ચમચીથી ઈમ્તિયાઝ પર હુમલો
આ સમગ્ર હુમલામાં વાત કરવામાં આવે તો સ્ટીલની ચમચીથી હુમલો કરવામાં આવ્યો છે,સામ-સામે હુમલો છતાં એક તરફી ફરિયાદ લેવાઈ હોય તેવી વાત સામે આવી રહી છે.કેદી કિરણ ઉર્ફે કૃણાલ, રવિ વસાવા,કેદી શિવા ઉર્ફે શુભમ હિસલાલ ચૌહાણ સામે ઈન્ચાર્જ જેલરે સચિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથધરી છે અને જેલના બેરેક પણ ચેક કર્યા છે,તમાકુ કયાંથી આવ્યું તેને લઈ પણ તપાસ હાથધરવામાં આવી છે.
ઈમ્તિયાઝે ડોકટરના પણ રૂપિયા પડાવી લીધા છે
ખ્યાત ઈમ્તિયાજ સદ્દામ નામના શખ્સે એક તબીબ પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા. ઈમ્તિયાઝે રાની તળાવ રોયલ રેસીડેન્સી મિલકતને લઈને તબીબ સાથે બનાવટ કરી. બંગલાનો ખેલ પાડતા ₹5.55 કરોડનો સોદો કર્યો હતો. આરોપી દ્વારા તબીબને બંગલાને લઈને લોભામણી લાલચ આપવામાં આવી હતી. કુખ્યાત વિરુદ્ધ તબીબે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી. રાની તળાવમાં રોયલ રેસીડેન્સી મિલકતનો સોદામાં છેતરપિંડી થયાનું માલૂમ પડતા તબીબે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા ગુનો દાખલ કરાયો.
અગાઉ પણ થયો હતો હુમલો
સજ્જુ કોઠારી સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો હતો. આ કેસમાં એક દરગાહે બંને વચ્ચે સમાધાન તો થયું પરંતુ કોઠારીએ ઇમ્તિયાઝને દાઢમાં રાખ્યો હતો. હવે ચિટીંગના ઇમ્તીયાઝ પણ જેલમાં પહોંચી ગયો હતો. મળતી માહિતી અનુસાર અગાઉ ઇમ્તીયાઝ સદ્દામની બેરેકમાં કેટલાક યુવકો ગયા અને તમાકુ મુદ્દે માથાકૂટ કરી હતી. એ સમયે ઇમ્તિયાઝ ની બેરેકના છોકરાઓએ તેમને મારી લીધા હતા. સાથે જ ઈમ્તિયાઝે તેમની ફજેતી પણ કરી હતી. આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે ઇમ્તીયાઝ સદ્દામ પર હુમલો કરાયો હતો.