રાજકોટનો કુખ્યાત બુટલેગર ટંકારાથી ગેરકાયદે હથીયાર સાથે ઝડપાયો

0

[ad_1]

  • રાજકોટનો નામચીન બુટલેગર હથિયાર સાથે ઝડપાયો
  • ફિરોજ સંધીની મોરબીના ટંકારાના સરાયા ગામથી ધરપકડ
  • LCBએ આરોપીને બંદુક અને કારતૂસ સાથે ઝડપી પાડ્યો

રાજકોટનો નામચીન બુટલેગર ફિરોજ હાસમ સંધી આજરોજ ગેરકાયદે હથીયાર સાથે મોરબીના ટંકારા નજીકના એક ગામેથી ઝડપાયો હતો. અવાર નવાર દારૂની હેરફેરમાં સંડોવાયેલ અને અનેક વખત જેલની સજા ભોગવી ચૂકેલ રીઢો બુટલેગર ફિરોજ સંધીને આજરોજ ગેરકાયદે બંદુક અને કારતુસ સાથે LCBની ટીમે ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ નાસતા ફરાર આરોપીને શોધવા માટે અને તેની ધરપકડ કરવા માટે LCB પોલીસની એક ટીમ ખાસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન રાજકોટ અને મોરબીનો કુખ્યાત બુટલેગર ફિરોજ સંધી નજીકમાં જ ટંકારાનાં સરાયા ગામના બસ સ્ટેશન નજીક હોવાની જાન થઇ હતી. આથી LCBની ટીમે ફિરોજ સંધીની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી હતી. આ કાર્યવાઈ દરમિયાન LCBની ટીમે સરાયા ગામના બસ સ્ટેશન નજીકથી ફિરોજ સંધીને ગેરકાયદેસર બંદૂક અને કારતૂસ સાથે ઝડપી પાડયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિરોજ સંધી સામે આ પહેલા રાજકોટ શહેર, ધ્રોલ, ગોંડલ, ટંકારા, શાપર, લોધિકા અને વાંકાનેર સહિતના પોલીસ મથકોમાં 29 કરતા વધુ વિદેશી દારૂ અંગેના ગુના નોંધાયા છે. ફિરોજ સંધીની આ અગાઉ ત્રણ વખત પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવી ચુકી છે. આરોપી રીઢો ગુનેગાર હોવાથી જેલમાંથી છુટી ફરી વિદેશી દારૂનો ધંધો શરૂ કરતો હોય છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *