ન્યૂયોર્ક,૨૮ નવેમ્બર,૨૦૨૪,ગુરુવાર
માનવ શરીરની યાદશકિત મગજના ન્યૂરોન્સમાં સમાયેલી હોય છે પરંતુ એક ચોંકાવનારા સ્ટડી મુજબ માણસની કિડની પણ યાદશકિત ધરાવે છે. કિડનીમાં રહેલી કોશિકાઓ ચોકકસ પ્રકારની પેટર્ન ઓળખી શકે છે અને માહિતી યાદ રાખી શકે છે. આ અંગેનો સ્ટડી નેચર કોમ્યુનિકેશન પત્રિકામાં પ્રકાશિત થયો છે.
આ અંગે ન્યૂયોર્ક યુનિવર્સિટીના ન્યૂરોસાયન્ટિસ્ટ નિકોલાઇ કુકુશ્કિને જણાવ્યું હતું કે અમે એમ નથી કહેતા કે કિડની સેલ્સ આપને ટ્રિગ્નોમેટ્રી શિખવી શકે છે પરંતુ આપણને બાળપણની યાદ જરુરથી સ્ટોર કરી શકો છો.