વસંત પંચમી પર એક નહી 4-4 શુભ યોગ, જાણો મુહૂર્ત -પૂજન વિધિ

0

[ad_1]

  • આ વર્ષે વસંત પંચમીનો તહેવાર 26 જાન્યુઆરી 2023 ગુરુવારે ઉજવવામાં આવશે
  • શિવ યોગ, સિદ્ધ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગનો અદ્ભૂત યોગ રચાશે
  • વસંત પંચમીનો તહેવાર માઘ શુક્લ પંચમીના રોજ ઉજવવામાં આવે

વસંત પંચમીનો તહેવાર માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે આ દિવસે સરસ્વતી માતાનો જન્મ થયો હતો. વસંતપંચમીએ સરસ્વતી માતા હાથમાં પુસ્તક, વીણા અને માળા લઇને શ્વેત કમળમાં બિરાજમાન થઇને પ્રકટ થયા હતા. આ તહેવાર વિદ્યાના દેવી માતા સરસ્વતીને સમર્પિત છે. આ વર્ષે વસંત પંચમીનો તહેવાર 26 જાન્યુઆરી 2023 ગુરુવારે ઉજવવામાં આવશે. જ્યોતિષીઓનું કહેવું છે કે આ વર્ષે વસંત પંચમી ખૂબ જ ખાસ રહેવાની છે. આ વર્ષે વસંત પંચમી પર એક નહીં પરંતુ ચાર શુભ યોગ બની રહ્યા છે.

વસંત પંચમી પર શુભ યોગ

શિવ યોગઃ- આ વર્ષે વસંત પંચમીથી શિવ યોગનો પ્રારંભ થશે. હકીકતમાં, 25 જાન્યુઆરીએ સાંજે 06:15 થી બીજા દિવસે એટલે કે 26 જાન્યુઆરી બપોરે 03:29 સુધી શિવ યોગ રહેશે.

સિદ્ધ યોગઃ– વસંત પંચમીના દિવસે શિવ યોગ સમાપ્ત થતાં જ સિદ્ધ યોગ શરૂ થઈ જશે. સિદ્ધ યોગ 26 જાન્યુઆરીએ બપોરે 03:29 થી બીજા દિવસે એટલે કે 27 જાન્યુઆરીએ બપોરે 01:22 સુધી રહેશે.

સર્વાર્થ સિદ્ધિ યોગ- વસંત પંચમી પર સર્વાર્થ સિદ્ધિ યોગ સાંજે 06:57 થી બીજા દિવસે એટલે કે 27 જાન્યુઆરીએ સવારે 07:12 સુધી રહેશે.

રવિ યોગઃ વસંત પંચમી પર રવિ યોગ પણ બની રહ્યો છે. આ દિવસે સાંજે 06:57 થી બીજા દિવસે સવારે 07:12 સુધી રવિ યોગ રહેશે.

વસંત પંચમી પર પૂજા માટેનો શુભ સમય

વસંત પંચમીનો તહેવાર માઘ શુક્લ પંચમીના રોજ ઉજવવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, માઘ શુક્લ પંચમી 25 જાન્યુઆરીએ બપોરે 12.34 વાગ્યાથી બીજા દિવસે એટલે કે 26 જાન્યુઆરીએ સવારે 10.28 વાગ્યા સુધી રહેશે. ઉદય તિથિ અનુસાર, વસંત પંચમી 26 જાન્યુઆરી 2023ના રોજ માન્ય રહેશે. 26 જાન્યુઆરી, ગુરુવારના રોજ સવારે 07:12 થી બપોરે 12:34 સુધી, પૂજા માટેનો શુભ સમય છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *