સસ્પેન્ડ થયેલા GST નંબર શરૂ કરાવવા માટે હવે અધિકારીઓ પાસે નહીં જવુ

0

[ad_1]

  • GST પોર્ટલ પર સુવિધા શરૂ કરી દેવામાં આવતા વેપારીઓને રાહત
  • રિટર્ન નિયમિત નહીં ભરનારના જીએસટી નંબર સસ્પેન્ડ કરી દેવામાં આવતા હતા
  • આપોઆપ અપલોડ થવાના કારણે ફરીથી જીએસટી નંબર કાર્યરત કરી દેવામાં આવશે

જીએસટી રિટર્ન નિયમિત નહીં ભરનારના જીએસટી નંબર સસ્પેન્ડ કરી દેવામાં આવતા હતા. આ નંબર શરુ કરાવવા માટે વેપારીએ રિટર્ન ભરપાઇ કર્યા બાદ પણ અધિકારી પાસે જઇને ધક્કા ખાવા પડતા હતા. તેના બદલે હવે જીએસટી પોર્ટલ પર જ તેની વિગતો આપોઆપ અપલોડ થવાના કારણે ફરીથી જીએસટી નંબર કાર્યરત કરી દેવામાં આવશે. તેના લીધે વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે.

બેથી વધારે જીએસટી રિટર્ન નહીં ભરનારના જીએસટી નંબર સસ્પેન્ડ કરી દેવામાં આવતા હતા. તેના લીધે વેપારીઓ પાસેથી જીએસટી નંબર નહીં હોવાના લીધે અન્ય વેપારી તેની સાથે વેપાર કરતા અટકતા હોય છે. આવા વેપારીઓ બાકી રહેલા રિટર્ન ભરી દેવા છતાં નંબર ફરીથી શરુ કરવા માટે રિટર્ન ભરેલાની વિગતો ઓફલાઇન અધિકારી સમક્ષ રજુ કરવી પડતી હતી.

ત્યાર બાદ અધિકારી તેને ફરીથી કાર્યરત કરવા માટે મહિનાઓ સુધી વેપારીઓને ધક્કા ખવડાવતા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે રિટર્ન ભરી દેવામાં આવશે તો આપોઆપ જ જીએસટી નંબર કાર્યરત કરી દેવામાં આવશે તેવો નિર્ણય જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવ્યો હતો. પરંતુ તેની સુવિધા શરુ કરવામાં આવી નહોતી.

આખરે ગત સપ્તાહમાં જીએસટી પોર્ટલ પર સુવિધા કાર્યરત કરી દેવામાં આવી છે. તેના કારણે સિસ્ટમમાં બાકી રહેલા જીએસટી રિટર્ન ભરપાઇ કર્યાની જાણ થતાની સાથે જ જીએસટી નંબર કાર્યરત કરી દેવામાં આવશે. તેમાં અધિકારી પાસે જવાની પણ જરૂર પડવાની નથી. તેમજ તાત્કાલિક જ આ સુવિધા વેપારીને મળી રહેવાના લીધે પહેલાની માફક વેપાર પણ કરી શકશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *