હવે કોમન કોલ્ડ નથી રહ્યું કોમન, શરદી-ફ્લુના લક્ષણો બન્યા ગંભીર

0

[ad_1]


– ફ્લુનો વાયરસ વધુ ખતરનાક થયો કે ઈમ્યુનિટી ઘટી તે સંશોધનનો વિષય

– અગાઉ સપ્તાહમાં સરળતાથી મટતી શરદી હવે પખવાડિયુ ચાલે છે,જમણવારો અને ફાસ્ટફૂડ વધવા સાથે ગેસ્ટ્રો.ના કેસોમાં પણ વધારો

– કોરોનાથી રાહત મળી તો એન્ફ્લુએન્ઝા ગંભીર બન્યો, શરદીમાં એન્ટીબાયોટીકની  અસરો ઘટયાનું પણ અનુમાન 

– રાજકોટ આઈ.એમ.એ.ના નિષ્ણાંત તબીબો કહે છે હવે ઉધરસ વધુ સમય ચાલે છે, ડાયેરિયાના કેસો પણ વધ્યા 

રાજકોટ : કોમન કોલ્ડ અર્થાત્ સામાન્ય શરદી ઉધરસના કેસો સરકારી ચોપડે નિયમિત નોંધાય છે પરંતુ, તેની ગંભીરતા લેવાતા નથી. પરંતુ, હવે કોરોનાકાળના ત્રણ વર્ષ પછી કોમન કોલ્ડ  અર્થાત્ શરદી-ઉધરસ-તાવના રોગચાળામાં સિમ્પટમ્સ (લક્ષણો) વધુ ગંભીર બન્યાનું તબીબી સૂત્રો તેમજ લોકોના વ્યાપક સૂત્રોએ જણાવ્યું છે. 

“આ સીઝનમાં આમ તો શરદી-ફ્લુ સામાન્ય હોય છે પરંતુ, શરદીના દર્દી સામાન્ય રીતે એમ.ડી. પાસે ભાગ્યે જ આવતા પરંતુ, આ વર્ષે વધુ આવે છે અને કેટલાકને તો એડમીટ કરવા પડે છે’તેમ રાજકોટ ઈન્ડીયન મેડીકલ એસો.ના પ્રમુખ ડો.સંજીવ ભટ્ટ જણાવે છે. આઈ.એમ.એ.ના પૂર્વ પ્રમુખ અને ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ ડો.પ્રફુલ કમાણી જણાવે છે ઘણા દર્દીને શરદી થયા પછી ઉધરસ લાંબો સમય ચાલતી જોવા મળેલ છે. ઉપરાંત શિયાળામાં સામાન્ય રીતે ઝાડાઉલ્ટી સહિત પેટના રોગો ઓછા જોવા મળે પરંતુ, કોરોના કાળ પછી  આ વર્ષે શિયાળામાં પણ તે વધુ જોવા મળે છે. 

ડો.કમાણી ઉમેરે છે કે કોરોનામાં રાહત મળતા જમણવાર સાથેના પ્રસંગોનું પ્રમાણ વધ્યું છે, ભીડ વધી છે અને તેથી ઓવરઈટીંગ અર્થાત્ વધુ પડતું જમવાથી, શિયાળામાં વધુ મસાલેદાર-ચટાકેદાર અને પચવામાં ભારે તૈલી ખોરાક ખાવાથી પેટમાં ઈરીટેશન વધે છે અને ડાયેરિયા  થાય છે. જો કે ખોરાકમાં ફેરફાર કરવાથી તે મટી જતા હોય છે. શરદી-તાવથી બચવા આઈ.એમ.એ.ના તબીબો શક્ય એટલું ભીડમાં નહીં જવા, જવું પડે તો માસ્ક પહેરવા, સાદો પૌષ્ટિક અને ભુખ જેટલો જ ખોરાક  લેવા અપીલ કરે છે. આયુર્વેદનો પણ એ જ સિધ્ધાંત છે કે પાચનશક્તિ મંદ પડે એટલે અનેક રોગો પેદા થાય છે. 

એક તબીબે જણાવ્યું કે અમે દર્દીને અગાઉ પાંચ દિવસની દવા આપતા અને ત્રણ દિવસમાં તેને સારુ થઈ જતું પરંતુ, હવે લાંબો સમય શરદી-ઉધરસના લક્ષણો રહે છે, કેટલાક ઉધરસથી સુઈ શકતા નથી. અને લેબોરેટરી ટેસ્ટમાં કાંઈ પકડાતું નથી. કેટલાક દર્દીઓએ જણાવ્યું કે અગાઉ એન્ટીબાયોટીક લેતા તેનાથી સારુ થઈ જતું પણ હવે તે લીધા પછી પણ મટતું નથી. સામાન્યત: બિમાર નહીં પડનારા લોકો પણ બિમાર પડે છે. 

વિશ્વમાં વર્ષે ૫૦ લાખ જેટલા લોકો શરદી કે ફ્લુથી ગંભીર બિમાર પડતા હોય છે અને આશરે ૬.૫૦ લાખ લોકોના મૃત્યુ નીપજતા હોય છે. એન્ફ્લુએન્ઝાના એ,બી,સી,ડી. એમ જુદા જુદા વાયરસ હોય છે, આ વાયરસ દાયકાઓથી સક્રિય છે પરંતુ, ગુજરાતમાં આ વાયરસ પણ અગાઉ કોરોનાની જેમ મ્યુટન્ટ થઈને હવે વધુ જોખમી બન્યો છે કે પછી ક્લાઈમેટ ચેન્જ અને પ્રદુષણ તથા અનલોકને કારણે વધુ પડતું ખાવાપીવાનું,ફાસ્ટફૂડથી ઈમ્યુનિટી ડાઉન થઈ છે તે સંશોધનનો વિષય છે અને તેનો અભાવ છે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *