રાણાકંડોરણા નજીક અકસ્માતમાં નવપરિણીતાનું મોત, સાસુ ગંભીર

0

[ad_1]

Updated: Jan 17th, 2023


– માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણી સમયે જ કરૂણ બનાવ

– પિયરપક્ષમાં ધાર્મિક પ્રસંગ હોવાથી સાસુ-વહુ સ્કૂટર લઈને ઠોયાણા ગામે જતાં હતા ત્યારે રોડ પર પાર્ક કરેલા ટ્રક પાછળ અથડાયા

પોરબંદર: પોરબંદરમાં ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે પોરબંદર કુતીયાણા નેશનલ હાઈવે ઉપર રાણાકંડોરણા નજીક ટ્રક અને સ્કુટર વચ્ચેના અકસ્માતમાં દોઢ માસ પહેલા લગ્ન થયા હતા તે પરિણીતાનું મોત થયું હતું. જયારે તેના સાસુને ગંભીર ઈજા થતા પોરબંદરની સિવિલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા. 

આ બનાવની વિગત એવી છે કે, છાયાના ભાવનાબેન રમેશભાઈ પરમાર (ઉ.વ.૪ર) તથા તેની પુત્રવધુ રિધ્ધીબેન રામભાઈ પરમાર (ઉ.વ.ર૧) સ્કૂટરમાં ઠોયાણા ગામે જતા હતા. રિધ્ધીના પિયરીયા ઠોયાણા રહેતા હતા અને તેના કાકાના છોકરાને ત્યાં ધાર્મિક પ્રસંગ હોવાથી સાસુ-વહુ પોરબંદરથી ઠોયાણા જવા નીકળ્યા ત્યારે પોરબંદરથી ૩૦ કી.મી. દુર કોઈ કારણોસર ટ્રક નં. જી-જે-૧ર એ ઝેડ-૭૪૯૪ સાથે આ સ્કુટરનો અકસ્માત સર્જાયો હતો.

જેમાં બંન્ને સાસુ-વહુ લોહીલુહાણ હાલતમાં રોડ ઉપર પડી ગયા હતા અને રિધ્ધીનું કમકમાટીભર્યું મોત નિપજયું હતું જયારે ઈજાગ્રસ્ત સાસુ ભાવનાબેન (ભરમીબેન)ને સારવાર માટે ગંભીર હાલતમાં સિવિલ હોસ્પીટલે પહોંચાડયા હતા. આ બનાવે ભારે અરેરાટી જન્માવી હતી. પોરબંદર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે હાઈવે પર અકસ્માતનો આ બનાવ બનતા કરૂણતા ફેલાઈ છે. 

આ મામલે છાયામાં મારૂતી પાન નામની દુકાન ધરાવતા હાજાભાઈ ગાંગાભાઈ પરમાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પુત્ર રામના લગ્ન દોઢ મહિના પહેલાં જ ઠોયાણાના અરજણભાઈ મેરામણભાઈ રાતદડીયાની દીકરી રિધ્ધી સાથે થયા હતા અને હાજાભાઈના સાળા કેશુભાઈ ઠોયાણા રહે છે ત્યાં માતાજી તેડયા હોવાથી તેઓ ઠોયાણા જવા માટે નીકળ્યા હતા. જેમા હાજાભાઈ બાઈક લઈને તથા પુત્રવધુ રિધ્ધી સ્કૂટર લઈને નીકળી હતી અને તેની પાછળ સાસુ ભરમીબેન બેઠા હતા. પરશુરામ હોટલ પાસે એક ટ્રક રોડની સાઈડમાં ઉભો હતો અને એ ટ્રકની પાછળ રિધ્ધીનું સ્કૂટર અથડાતાં ગંભીર ઈજા સાથે તેનું ત્યાં જ મોત થયું હતું. જયારે ભરમીબેનને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવમાં ટ્રકના ચાલકે બેદરકારીથી અને ભયજનક રીતે કોઈપણ જાતના ઈન્ડીકેટર કે રીફલેકટર રાખ્યા વગર અડચણરૂપ ટ્રક પાર્ક કર્યાનો ગુન્હો નોંધાવ્યો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *