જુના કંડલા ખાતે નવી જેટી નં. ૭ અને રૃા.૨૭૯ કરોડના પ્રોજેકટના લોકાર્પણ

0

[ad_1]

– કાર્ગો બર્થ સુધીની રેલવે લાઈન, સ્ટોરેજ શેડ સહિતના નવા પ્રોજેકટ ઔથકી દીનદયાળ પોર્ટમાં કાર્ગો હેન્ડલિંગના લક્ષ્યાંક હાંસલ કરાશે

Updated: Jan 24th, 2023

ભુજ, સોમવાર

કંડલાનું દીનદયાળ પોર્ટ છેલ્લા ૧૫ વર્ષાથી કાર્ગો હેન્ડલિંગમાં નંબર વન છે.  જુના કંડલા ખાતે નવનમત જેટી નંબર.૭નું લોકાર્પણ તાથા અન્ય ત્રણ પ્રોજેક્ટના ખાતમુહૂર્તાથી પોર્ટ સાથેનો બિઝનેસ વાધુ સરળ અને સુગમ બનશે તેવું કુલ રૃા. ૨૭૯ કરોડના પ્રોજેક્ટોનું વર્ચ્યુઅલી લોકાર્પણ તાથા ખાતમુહૂર્ત કરતાં કેન્દ્રીય શીંપિગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું.

પ્રસંગે તેમણે કહ્યું હતું કે,  દીનદયાળ પોર્ટમાં આકાર લેનાર નવા પ્રોજેક્ટ થકી દેશના  ૩૦૦૦ મિલિયન મેટ્રીક ટન કાર્ગો હેન્ડલિંગના લક્ષ્યાંકને હાંસિલ કરવામાં મદદ મળશે. આજના કાર્યક્રમમાં રૃપિયા ૭૩.૯૨ કરોડના ખર્ચે જેટી નંબર ૭ના લોકાર્પણ સાથે રૃપિયા ૯૮.૪૧ કરોડના ખર્ચે ઓઇલ જેટી નંબર ૮ થી ૧૧ ના બેકઅપ એરિયાના વિકાસનું કામ, રૃા. ૬૭ કરોડના ખર્ચે એલ.સી ૨૩૬ થી ૧ નંબરના કાર્ગો બાર્થ સુાધીની રેલ્વે લાઈન સાથે ફોર લાઇન રોડ નિર્માણ કરીને કોમન કોરીડોર નિર્માણનું કાર્ય તાથા રૃા ૩૯.૬૬ કરોડના ખર્ચે કાર્ગોજેટીની અંદર બીજા તબક્કામાં ડોમ શેઇપના સ્ટોરેજ શેડનું બાંધકામ એમ આ ત્રણ પ્રોજેક્ટનું કેન્દ્રીય મંત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું .

આ પ્રસંગે કેન્દ્રીય શિપિંગ રાજયમંત્રી શ્રીપદ નાયકે વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યું હતું કે, વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થી સુવિાધાના વાધારા સાથે રોજગારીમાં પણ વાધારો થશે. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, નવી જેટીના નિર્માણાથી લિક્વિડ કાર્ગો હેન્ડલીંગનું પ્રમાણ વાધી જશે જેનાથી પોર્ટ સાથે જોડાયેલા બિઝનેસમેનો સહિત દરેક વ્યક્તિઓને ફાયદો થશે. ભવિષ્યની સંભાવનાને જોતા આવતા વર્ષે જેટી નં.૮ પણ લોકાર્પણ માટે તૈયાર થઇ જશે. આ પ્રકલ્પો બંદરના વિકાસ માટે મીલના પથૃથર પુરવાર થશે.  

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા દીનદયાળ પોર્ટ ઓાથોરીટીના ચેરમેન એસ.કે .મહેતાએ જણાવ્યું હતું કે , છેલ્લા ૨૨ વર્ષ બાદ નવી જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ અન્ય પ્રોજેક્ટ આકાર લઇ રહ્યા છે. જેના કારણે કંડલા પોર્ટની હેન્ડલિંગ કેપેસિટીમાં વાધારો થઈ જશે તેમ જ છેલ્લા ૧૫ વર્ષાથી કાર્ગો હેન્ડલિંગમાં નંબર વન રહેતું પોર્ટ વાધુ કિર્તીમાન સર્જશે . તેમણે ભવિષ્યના અન્ય પ્રોજેક્ટ અંગે પણ માહિતી આપીને તે અંગે  છણાવટ કરી હતી. કાર્યક્રમમાં શિપિંગ મંત્રાલયના સેક્રેટરી તેમજ ઓએસડી વર્ચ્યુઅલી હાજર રહીને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *