ભારતનાં શહેરોમાં વિસ્તરી રહી છે નવી ફાઈવજી નેટવર્ક સર્વિસ

0

[ad_1]

Updated: Jan 13th, 2023

ભારતમાં રિલાયન્સ જિઓ અને એરટેલ મોટા પાયે તેમની ફાઇવજી સર્વિસ વિસ્તારી રહી
છે. બંને કંપનીએ ગયા વર્ષે જ તેની ફાઇવજી સર્વિસ લોન્ચ કરી દીધી હતી. હવે ભારતનાં
લગભગ તમામ મોટાં શહેરોમાં બંને કંપનીની ફાઇવજી સર્વિસ ઉપલબ્ધ થઈ ગઈ છે. જો તમારો
ફોન ફાઇવજી ટેકનોલોજીને સપોર્ટ કરતો હોય તો તમારે પોતાનું સિમકાર્ડ અપગ્રેડ કરવાની
પણ જરૂર નથી. અલબત્ત કેટલાક ફોનમાં ફાઇવજી નેટવર્કનો લાભ લેવા માટે સોફ્ટવેર અપડેટ
કરવું જરૂરી બની શકે છે.

બંને કંપની અલગ અલગ પ્રકારની ફાઇવજી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. જિઓ
સ્ટેન્ડએલોન ફાઇવજી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે
, જે ફોરજી પર આધારિત નથી, જ્યારે એરટેલ નોન-સ્ટેન્ડએલોન
ફાઇવજી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે
, જેમાં ફોરજી કોમ્પોનન્ટસનો
ફાઇવજી નેટવર્ક માટે ઉપયોગ થઈ શકે છે અને તેથી વધુ વ્યાપક વિસ્તારોમાં ફાઇવજી
કવરેજ મળી શકે છે. બંનેમાં ડાઉનલોડ અને અપલોડની સારી સ્પીડ મળે છે. જિઓ કંપની
‘ટ્રુ ફાઇવજી’ નામે તથા એરટેલ કંપની ‘ફાઇવજી પ્લસ’ નામે પોતાની સર્વિસ આપી રહી
છે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *