28 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ઓક્ટોબર 7, 2024
28 C
Surat
સોમવાર, ઓક્ટોબર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદુનિયાNepal Rain: નેપાળમાં ભારે વરસાદ અને પૂરથી 39 લોકોનાં મોત, 11 ગુમ

Nepal Rain: નેપાળમાં ભારે વરસાદ અને પૂરથી 39 લોકોનાં મોત, 11 ગુમ


દેશના પાડોશી દેશ એવા નેપાળમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેથી 39 લોકોનાં મોત થયા છે, આટલું ઓછું હોય તેમ, 11 લોકો વરસાદી પાણીમાં ગુમ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. નેપાળના ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.  સાંબેલાધાર સતત વરસાદને લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, નેપાળની રાજધાની કાઠમાંડુમાં પૂર હોવાથી દેશ-વિદેશના પ્રવાસીઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 

 

નેપાળમાં શુક્રવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નેપાળના ઘણા જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. 

નેપાળની રાજધાનું કાઠમાંડુમાં નવ લોકોનાં મોત

મળતી માહિતી અનુસાર, કાઠમાંડુ શહેરમાં નવ, લલિતપુરમાં 16, ભક્તપુરમાં 5, કવરેપાલનચોકમાં 3, પંચથર અને ધનકુટામાં બે-બે અને ઝાપા અને ધાડિંગમાં એક-એક વ્યકિતનાં મોત થયા છે. પૂરમાં કુલ 11 લોકો મોતને ભેટયા છે. 

કાઠમાંડુમાં 225 મકાનો જળમગ્ન

મળતી માહિતી અનુસાર, કાઠમાંડુમાં 226 મકાનો જળમગ્ન થઈ ગયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નેપાળ પોલીસ તરફથી આશરે ત્રણ હજાર સુરક્ષાકર્મીઓની બચાવ ટીમ તૈનાત કરવામાં આવી છે. વરસાદની હાલાકી વચ્ચે પાણીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની અને ખોરાકના પેકેટ આપવામાં આવી રહ્યા છે. 





Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય