નેપાળ પ્લેન ક્રેશ, હજુ બે પ્રવાસીના મૃતદેહ માટે શોધખોળ જારી

0

[ad_1]

  • 10 સેકન્ડમાં નેપાળ પ્લેન ક્રેશ, પાયલોટે લીધો હતો આ નિર્ણય
  • ઝાંખા પ્રકાશ, ગીચ જંગલ, પ્રતિકૂળ હવામાનના લીધે સર્ચ ઓપરેશન અવરોધાયું
  • વિમાનમાં 68 પ્રવાસી અને 4 ક્રૂ મેમ્બર મળીને કુલ 72 લોકો સવાર હતા

નેપાળમાં રવિવારે સર્જાયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં હજુ બે પ્રવાસીના મૃતદેહની શોધખોળ જારી છે, જે માટે ડ્રોનની મદદ લેવાઇ રહી છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં 68 પ્રવાસી અને 4 ક્રૂ મેમ્બર મળીને કુલ 72 લોકો સવાર હતા, જેમાંથી રવિવારે 68 અને સોમવારે બે મૃતદેહ મળી આવ્યા હતા. હજુ બે પ્રવાસીના મૃતદેહ મળ્યા નથી. સોમવારે બે મૃતદેહ મળ્યા બાદ ઝાંખા પ્રકાશને કારણે સર્ચ ઓપરેશન અટકાવી દેવાયું હતું.

પોખરાના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું તે વિસ્તારમાં ગાઢ ધુમ્મસ, ગીચ જંગલ અને પ્રતિકૂળ હવામાનના કારણે સર્ચ ઓપરેશન અવરોધાઇ રહ્યું છે. પ્રવાસીઓમાં બાળકો પણ હતા, જેમના ગંભીર રીતે સળગી જવાથી મોત થયા હોય અને મૃતદેહ ન પણ મળે તેવું બની શકે છે. જોકે, અમે શોધખોળ ચાલુ રાખીશું. પોખરાની હોસ્પિટલમાં મૃતદેહોની ઓટોપ્સી કરીને મૃતદેહો પરિવારજનોને સોંપવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.

નેપાળ પ્લેનનું ડેટા રેકોર્ડર ફ્રાન્સ મોકલશે

નેપાળે દુર્ઘટનાનું કારણ જાણવા દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું ડેટા રેકોર્ડર એનાલિસિસ માટે ફ્રાન્સ મોકલવાનો નિર્ણય લીધો છે. નેપાળની સિવિલ એવિયેશન ઓથોરિટીના પ્રવક્તાએ જણાવ્યું કે વોઇસ રેકોર્ડરનું એનાલિસિસ નેપાળમાં થશે જ્યારે ફ્લાઇટ ડેટા રેકોર્ડર ફ્રાન્સ મોકલાશે. ફ્રેન્ચ એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન્સ એજન્સીએ પુષ્ટિ કરી કે તે તપાસમાં જોડાઇ છે અને તેના પ્રતિનિધિઓ દુર્ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે.

પાયલોટ રનવે બદલવા માંગતો હતો

હાલ આ અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામીના કારણે આ દુર્ઘટના બની હતી. વાસ્તવમાં એટીસીએ આ પ્લેનને લેન્ડ કરવાની પરવાનગી આપી હતી. પ્લેન વિઝિબિલિટી સ્પેસમાં પણ પ્રવેશ્યું હતું.

તે એરસ્ટ્રીપ નંબર 30 પર લેન્ડ થવાનું હતું અને પ્લેન હજુ એરસ્ટ્રીપથી સાડા ચોવીસ કિલોમીટર દૂર હતું, પરંતુ ત્યારબાદ કેપ્ટન કમલ કેસીએ એટીસીને કહ્યું કે તે પ્લેનને એરસ્ટ્રીપ નંબર 12 પર લેન્ડ કરવા માંગે છે અને એરસ્ટ્રીપ નંબર પર નહીં. 30. પરંતુ તે આવું કરે તે પહેલા જ વિમાન એરપોર્ટ પાસેના ખાડા તરફ ઝૂકી ગયું હતું. કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે વિમાન નીચે ઉતરવા માટે તેનું લેન્ડિંગ ગિયર ખોલતાની સાથે જ તેની ઊંચાઈ જાળવી રાખવામાં નિષ્ફળ ગયું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *