નેપાળ વિમાન દુર્ઘટનાઃ હજુ સુધી સંબંધીઓને નથી મળ્યા 4 ભારતીયોના મૃતદેહ

0

[ad_1]

  • નેપાળ વિમાન દુર્ઘટનામાં 4 ભારતીયોના મોત થયા
  • હજુ સુધી સ્વજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા નથી
  • સંબંધીઓ 3 દિવસથી હોસ્પિટલમાં રાહ જોઈને બેઠા

નેપાળ વિમાન દુર્ઘટનામાં 4 ભારતીયોના મોત થયા છે અને હજુ સુધી સ્વજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા નથી. અહીં માર્યા ગયેલા 4 ભારતીયોના સંબંધીઓ છેલ્લા 3 દિવસથી મૃતદેહો મેળવવાની રાહ જોઈ રહ્યા છે. યેતી એરલાઈન્સનું વિમાન પોખરા શહેરમાં લેન્ડિંગની થોડી મિનિટો પહેલાં ખાયમાં પડી ગયું હતું. આ ઘટનામાં 72 લોકોના મોત થયા છે. અધિકારીઓએ મંગળવારે લોકોના મૃતદેહને પરિવારજનોને સોંપવાનું શરૂ કર્યું હતું.

દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં 53 નેપાળી મુસાફરો અને 5 ભારતીયો સહિત 15 વિદેશી નાગરીક અને 4 ક્રૂ સભ્યો સવાર હતા. આ ઘટનામાં મોત થયેલા 5 ભારતીયો ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળે છે અને તેમની ઓળખ અભિષેક કુશવાહા (25), વિશાલ શર્મા (22), અનિલ કુમાર રાજભર (27), સોનુ જયસ્વાલ (35) અને સંજય જયસ્વાલ તરીકે થઈ છે.

શુક્રવારે 49 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ

સંજય જયસ્વાલનો મૃતદેહ શુક્રવારે તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો જેને તેઓ ઘરે પરત લઈ ગયા હતા. જો કે, અન્ય 4 ભારતીય નાગરિકોના સંબંધીઓ તેમના પ્રિયજનોના મૃતદેહ મેળવવા માટે 3 દિવસથી રાહ જોઈ રહ્યા છે. સોનુ જયસ્વાલના પિતા રાજેન્દ્ર પ્રસાદ જયસ્વાલ મૃતદેહ મેળવવા માટે ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં રાહ જોઈ રહેલા સંબંધીઓમાં હતા. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે વિશાલ શર્માના મૃતદેહની શનિવારે ઓળખ થઈ હતી. હોસ્પિટલે શુક્રવારે 49 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. પોખરામાં 22 નેપાળી નાગરિકોના મૃતદેહ તેમના સંબંધીઓને સોંપવામાં આવ્યા છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *