વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તે પહેલાં જ પોલ ખુલી છે. જેમાં બે ઇંચ વરસાદમાં જ એરપોર્ટની છત પરથી પાણી ટપકયું છે. તેમાં ઇન્ટરનેશનલ એરપોર્ટમાં છત પરથી પાણી ટપકયું છે. છત પરથી પાણી ટપકતા કામગીરી સામે સવાલ ઉભા થયા છે. તેમાં વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તે પહેલા જ બેદરકારી સામે આવી છે.
ગત વરસાદમાં પણ ક્ષતિ સામે આવી છતાં સમારકામ થયુ નથી
ગત રોજ બે ઇંચ વરસાદમાં જ એરપોર્ટની છત પરથી પાણી ટપકયું છે. ગત વરસાદમાં પણ ક્ષતિ સામે આવી છતાં સમારકામ થયુ નથી. જેમાં એરપોર્ટમાં ધોધના દ્રશ્યો જોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ સામે સવાલ થઇ રહ્યાં છે. વડોદરાને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે, પરંતુ ઇન્ટરનેશન ફ્લાઇટ મેળવવા માટે હજી કતારમાં છે. આ સફળતા જલ્દી મળે તે માટે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી સતત પ્રયત્નશીલ છે. ત્યારે ગતરાત્રે શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા અનેક ઠેકાણે ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી. તે સમયે વડોદરાના ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદરની છતમાંથી પાણીની ધાર વહીને જમીન પર પડતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. જેને પગલે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરૂ થઇ છે.