નવરાત્રિ એટલે માની સાધનાનો અવસર નવરાત્રિએ વાસ્તુના કેટલાક ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પિરામિડથી વાસ્તુના દોષ દૂર કરી શકાય છે. આજે મનુષ્ય સુખ-શાંતિ મેળવવા દોડી રહ્યો છે. ઘર, જમીન, બંગલો, વાહન, વસ્ત્ર, આભૂષણો તથા સુખની અનેક ભૌતિક સાધનસામગ્રી મેળવવા પ્રયત્નો કરતો રહે છે, પરંતુ કોને કેટલું મળે છે? અનેક વ્યક્તિઓને મનગમતું રહેઠાણ સાંપડતું નથી અથવા રહેઠાણની જગ્યામાં સુખ-શાંતિ સાંપડતી નથી
કુટુંબક્લેશ, સંતાનોના પ્રશ્નો, નિષ્ફળતા, કરજ, ખોટ થાય
ભૌતિક સુખ-સુવિધા હોવા છતાં જીવનમાં અશાંતિ, નિરાશા, અપયશ, હરીફાઈ, બીમારી, કુટુંબક્લેશ, સંતાનોના પ્રશ્નો, નિષ્ફળતા, કરજ, ખોટ, દેવાળું, ધનહાનિ ઈત્યાદિ અનેક બાબતો આજના સમાજમાં સૌને મૂંઝવી રહી છે.
કલ્પવૃક્ષ પિરામિડ યંત્રથી જીવનમાં દરેક જગ્યાએ સફળતા મેળવી શકાય છે
ઈશાનમાં જલ વાસ્તુ, પૂજાનો રૂમ, તુલસીક્યારો શાંતિ આપે છે. અગ્નિખૂણામાં સ્વાસ્થ્યદાયક રસોડું, દક્ષિણ-નૈઋત્યમાં માસ્ટર બેડરૂમ ઐશ્વર્ય, યશ અને ધન આપે છે. ઉત્તરમાં ખૂલતી તિજોરી અગ્નિ કે નૈઋત્ય ખૂણાની ભીંતને અડીને રાખવી. બ્રહ્મસ્થાન સ્વચ્છ, વજન વિનાનું અને ખુલ્લું હોવું જોઈએ. ઘરના કોઈ પણ પ્રકારના વાસ્તુદોષના નિવારણ માટે મધ્યમ કદનો પિરામિડ ઘરની અંદર કે બહારની બાજુ ઉત્તર કે પૂર્વ દિશાની દીવાલ પર લગાવવો જોઈએ.રંગીન પિરામિડોની સાથે તાંબાનાં યંત્રો મૂકવાથી ખૂબ જ શુભ પરિણામો મળી શકે છે.
ઘરમાં ઉત્તરની દીવાલ પર સ્વસ્તિક પિરામિડ લગાવવો
કલ્પવૃક્ષ પિરામિડ યંત્રથી જીવનમાં દરેક જગ્યાએ સફળતા મેળવી શકાય છે. ઓફિસ ટેબલ ઉપર બ્લેક અગેટનો પિરામિડ રાખવો જોઈએ. ઘરમાં ઉત્તરની દીવાલ પર સ્વસ્તિક પિરામિડ લગાવવો જોઈએ. ફે્ક્ટરીની પશ્ચિમ દિશામાં મોટો પિરામિડ લગાવવાથી ફાયદો થાય છે.
ધ્યાન કરતી વખતે પિરામિડની ટોપી પહેરવાથી મન એકાગ્રચિત્ત રહે છે.વાહનને અકસ્માતથી બચાવવા તથા તેની સુરક્ષા માટે તેમાં પિરામિડ રાખવો જોઈએ. ફેક્ટરીના મુખ્ય દરવાજાની નીચે 9/9 નો પિરામિડ બંને બાજુ મૂકવાથી ધંધામાં પ્રગતિ થાય છે.