25.5 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
25.5 C
Surat
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષShardiya Navratri 2024: રૂમઝુમ કરતા પધારશે માતાજી, નવરાત્રિનો કાલથી શુભારંભ

Shardiya Navratri 2024: રૂમઝુમ કરતા પધારશે માતાજી, નવરાત્રિનો કાલથી શુભારંભ


હિંદુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે. પંચાગ અનુસાર વર્ષમાં 4 નવરાત્રિ આવે છે જેમાં 2 ગૂપ્ત નવરાત્રિ અને બે ચૈત્ર અને શારદીય નવરાત્રિ આવે છે. દરેક નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે. આસોમાસના શુક્લ પક્ષથી નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવશે. નવલી નવરાત્રિએ માતાજી ગરબે ધુમશે અને માતાજીની સાધના કરી માતાજીને રિઝવવાનો પ્રયાસ કરશે. નવ દિવસ માતાજીના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ નોરતે ઘટ સ્થાપન કરી જુવારા વાવી માતાજીની અખંડ જ્યોત રાખવામાં આવે છે. ગરબાની પૂજા કરવામાં આવે છે. માતાજીની આરતી, મંત્રજાપ તેમજ અલગ અલગ પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.

શારદીય નવરાત્રિ 2024 શુભ યોગ

હિંદુ કેલેન્ડર મુજબ આ વખતે શારદીય નવરાત્રિ પર ઘણા બધા શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે ઈન્દ્ર યોગની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યો છે. ઈન્દ્ર યોગ સવારથી 04 ઓક્ટોબર સુધી સવારે 04.24 કલાકે થશે. આ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 6.23 સુધી ચાલશે. આ સાથે અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ હસ્ત નક્ષત્રનો સંયોગ બપોરે 3.22 વાગ્યા સુધી છે. આ પછી ચિત્રા નક્ષત્રનો સંયોગ થશે.

શારદીય નવરાત્રિ 2024 ઘટસ્થાપન મુહૂર્ત

હિંદુ કેલેન્ડર મુજબ, શારદીય નવરાત્રિ પર ઘટસ્થાપન મુહૂર્ત સવારે 06:15 થી 07:22 સુધી છે. આ સાથે અભિજીત મુહૂર્ત સવારે 11:46 થી 12:33 સુધી છે.

શારદીય નવરાત્રિ 2024 ક્યારે શરૂ થાય છે?

પંચાંગ અનુસાર, શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબરના રોજ સવારે 12:18 વાગ્યે શરૂ થશે, જે 4 ઓક્ટોબરના રોજ સવારે 02:58 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર શારદીય નવરાત્રિ 3જી ઓક્ટોબરથી શરૂ થશે.

નવરાત્રિને લઇ અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો

૩જી ઓકટોબરના રોજ અંબાજી મંદિરમાં વિધી વિધાન સાથે ઘટસ્થાપન થશે

18 ઓક્ટોબરથી આરતી અને દર્શનનો સમય રાબેતા મુજબ થઇ જશે

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવે છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ -1 (એકમ) ગુરૂવાર તા.03 10 2024ના રોજથી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે.જેની જાહેર જનતાને નોંધ લેવા વિનંતી છે. ઘટ સ્થાપન આસો સુદ-1(એકમ) ગુરૂવાર તા.03 10 2024ના સવારે 11.00થી 12.00 કલાકે કરવામાં આવશે.તા. 18/10/2024થી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે.

આરતી અને દર્શનનો સમય

આરતી સવારે – 07.30 થી 08.00

દર્શન સવારે -08.00થી 11.30

રાજભોગ બપોરે – 12.00 કલાકે

દર્શન બપોરે – 12.30 થી 16.15

આરતી સાંજે – 18.30 થી 19.00

દર્શન સાંજે – 19.00થી 21.00

આરતીનો સમય

આસો સુદ-8 (આઠમ) તા. 11/10/2024 ના રોજ આરતીનો સમય સવારે 06.00કલાકે

ઉત્થાપન-આસો સુદ-8(આઠમ) શુક્રવાર તા. 11/10/2024 ના સવારે 10.00 કલાકે

આસો સુદ 10-વિજયા દશમી (સમીપુજન)તા. 12/10/2024 ના સાંજે 05.00 કલાકે

દુધપૌઆનો ભોગ-તા.16/10/2024ના બુધવાર ના રોજ રાત્રે 12.00 કલાકે કપુર આરતી

આસો સુદ-15(પુનમ) તા. 17/10/2024 ના રોજ આરતીનો સમય સવારે 06.00 કલાકે



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય