National Science Day: ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) ઉજવવામાં આવે છે. ભારતના મહાન વૈજ્ઞાનિક ડૉ. ચંદ્રશેખર વેંકટ રામન દ્વારા કરવામાં આવેલી મહત્ત્વપૂર્ણ શોધ રામન અસર(Raman Effect)ની યાદમાં આ દિવસની ઉજવણી થાય છે. ડૉ. રામને આ મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધ 1928માં કરી હતી, જેના માટે તેમને 1930માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. રામન અસરે પ્રકાશના ગુણધર્મ વિશે નવી સમજ આપી, જે રાસાયણિક સંયોજનોની ઓળખ અને વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગોમાં ખૂબ ઉપયોગી છે.