નેશનલ હાઇવે ઓથોરીટીએ 22 લાખનુ વીજબીલ ન ભરતા મોટા ચિલોડાથી રણાસણ અંધારપટ

0

[ad_1]

  • વીજ કંપની દ્વારા વીજપૂરવઠો બંધ કરી દેવાતા સેંકડો સ્ટ્રીટલાઈટ બંધ
  • વાહનચાલકાને ભારે હાલાકીઃ અંધકારના કારણે મોટી દુર્ઘટના અને લુંટનો ભય
  • રાત્રે વાહન ચાલકોને અંધારપટને લઇને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે

ગાંધીનગરના મોટા ચિલોડાથી રણાસણ રીંગરોડ સુધીના નેશનલ હાઇવે પટ્ટામાં દોઢ મહિનાથી અંધારપટ છવાયો છે. નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા અધધ 22 લાખનુ વીજબીલ ભરપાઇ ના કરવામાં આવ્યુ હોવાથી વીજકંપની દ્વારા વીજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. હાઇવેની શાન સમાન મોટા ઉપાડે લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો શોભાના ગાંઠીયાની જેમ ભાસી રહી છે. સેંકડો વીજપોલ હાલમાં બંધ થઇ ગયા છે. રાત્રે વાહન ચાલકોને અંધારપટને લઇને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સ્ટ્રીટ લાઇટો બંધ થઇ જવાથી કનેક્ટીવીટી ધરાવતા ગામડાઓને પણ હાલાકી પડી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોટા ચિલોડાથી રણાસણ રીંગરોડ સુધીનો ચકાચક હાઇવે તાજેતરમાં તૈયાર કરવામાં આવ્યો છે. હાઇવે બની જવાથી અકસ્માત જેવી અનેક સમસ્યાઓનો હલ થયો છે. જોકે હાઇવેના પટ્ટામાં મોટા ચિલોડાથી રણાસણ રીંગરોડ સુધી બંને તરફ લાગવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો હાલમાં પ્રકાશ ફેંકતી બંધ થઇ ગઇ છે. આસપસના ગામોના સરપંચો સહીત વાહન ચાલકોમાં બુમો ઉઠી રહી છે. હાઇવેની સાથે ગામડાઓની પણ કનેક્ટીવીટી છે. લાઇટો એક અંદાજ મુજબ દોઢેક મહિનાથી બંધ થઇ ગઇ છે.

અંધારપટના કારણે વાહન ચાલકોને અકસ્માત સહીતનો ભય પણ સતાવે છે. અંધારુ હોવાથી રાત્રે દુર્ઘટનાઓ ઘટવાની સંભાવનાઓ ઉભી થઇ છે. તાજેતરમાં મોડી સાંજે જેઠીપુરા બ્રીજ પાસે બાઇક સવાર દંપતિ આઇવા પાછળ ઘુસી જતા મહિલાનુ સ્થળ ઉપર જ મોત નિપજ્યુ હતુ. વાહનને કોઇ ખામી સર્જાય તો અંધારામા લુંટાઇ જવાનો પણ ડર સતાવતો હોવાનુ કેટલાક વાહન ચાલકોએ જણાવ્યુ હતુ. લાઇટો બંધ રહેવાથી અનેક સમસ્યાઓ ઉભી થવાની સંભાવનાઓને લઇને હાઇવેની સ્ટ્રીટ લાઇટો ઝડપથી ફરીવાર ચાલુ કરવામાં આવે એવી માંગણી ઉઠી રહી છે. સેંકડો પોલ હાઇવેની બંને બાજુ ફીટ કરવામાં આવ્યા છે જે હાલમાં બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે.

હાઇવેના કુલ છ વીજજોડાણોનો પુરવઠો બંધ કરાયો છે : ના.કા.ઇજનેર (ચિલોડા સબ ડીવીજન )

મોટા ચિલોડાથી રણાસણ રીગરોડ સુધીના હાઇવે પટ્ટાની બંને બાજુની તમામ સ્ટ્રીટ લાઇટો ચિલોડા સબ ડીવીજનમાં આવે છે. કુલ છ વીજજોડાણો આપવામાં આવ્યા છે. આ મામલે ચિલોડા સબ ડીવીજનના નાયબ કાર્યપાલક ઇજનેર અજીતસિંહ બિહોલાએ જણાવ્યુ હતુ કે આ પટ્ટામાં કુલ છ વીજજોડાણો આપવામાં આવ્યા છે. હાઇવે ઓતોરીટી પાસે આ છ એ છ વીજજોડાણનુ બાકી નીકળતુ લેણ કુલ 22 લાખ રુપિયા જેટલુ થાય છે. વીજબીલ હાઇવે ઓથોરીટી દ્વારા ભરવામાં આવ્યુ નથી જેને કારણે વીજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. હાઇવે ઓથોરીટી દ્વારા વીજબીલની ભરપાઇ કરવામાં આવ્યા પછી વીજપુરવઠો યથાવત થશે એમ જણાવ્યુ હતુ.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *