નેશનલ ગેમ્સમાં બ્રોન્ઝ વિજેતા શૌર્યજીતની ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ માટે પસંદગી

0

[ad_1]

  • નેશનલ ગેમ્સ 2022માં શૌર્યજીત સૌથી નાની વયનો મલખંભ હતો
  • દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે શૌર્યજીતનું સન્માન કરવામાં આવશે
  • નેશના ગેમ્સની સ્પર્ધાના 10 દિવસ પહેલા જ શૌર્યજીતના પિતાનું અવસાન થયેલું

નેશનલ ગેમ્સ 2022માં સૌથી નાની વયના મલખંભ ખેલાડી, ગુજરાતના 10 વર્ષના શૌર્યજીત રણજીત કુમાર ખૈરેની પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2023 માટે પસંદગી કરવામાં આવી છે. વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે 23મી જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર એક કાર્યક્રમમાં શૌર્યજીતને એવોર્ડ એનાયત કરવામાં આવશે.

પુરસ્કાર મેળવનાર બાળકનેને 1,00,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર અપાય છે 

આપના દેશના બાળકોની ઉર્જા, નિશ્ચય, ક્ષમતા, ઉત્સાહ અને ઉત્સાહની ઉજવણી કરવા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP)નું આયોજન કરવામાં આવે છે. પુરસ્કાર મેળવનાર બાળકનેને મેડલ અને ઇનામ તરીકે 1,00,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.

મલખંભમાં ખેલાડી લાકડાના થાંભલા પર કરતબો કરે છે

અત્રે ઉલ્લેખનીય છે કે, 36મી નેશનલ ગેમ્સ-2022માં મલખંભ ગેમ્સમાં વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ શૌર્યજીતે પોતાના નામે કર્યો હતો. નેશનલ ગેમ્સ 2022માં 10 વર્ષની સૌથી નાની ઉંમરમાં શોર્યજીતે બ્રોન્ઝ મેડાલિસ્ટ બનીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. મલખંભ એક એવી રમત છે જેમાં ખેલાડી લાકડાના થાંભલા પર કરતબો કરે છે. આ દરમિયાન ખેલાડી અલગ-અલગ પોઝમાં પોતાના કરતબો બતાવે છે.

પિતાનું અવસાન થયેલું

નેશનલ ગેમ્સના દસ દિવસ પહેલા જ શૌર્યજીતના પિતાનું અવસાન થયું હતું. ઘરમાં ખૂબ જ તણાવયુક્ત વાતવરણ હોવા છતાં ઘરના લોકોએ શૌર્યને પ્રોત્સાહન આપ્યુ હતુ.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *