નડિયાદ પીએનબી બેંકના ક્લાર્ક સાથે ઓનલાઇન રૂ. 3.90 લાખની છેતરપિંડી

0

[ad_1]

Updated: Mar 1st, 2023

– ઇલેક્ટ્રીક બીલ મોબાઇલના માધ્યમથી ભરવાનું ભારે પડયું

– ગઠિયાએ વિશ્વાસ સંપાદન કરી જરૂરી વિગતો માંગી લઇ બેંકના ખાતમાંથી પૈસા સેરવી લીધા

નડિયાદ : માતર તાલુકાના રતનપુરના એક રહીશને એક મોબાઈલ ધારકે ઈલેક્ટ્રીક સીટી બીલ અપડેટ કસ્ટમર વડોદરા થી બોલતા હોવાની ઓળખાણ આપી, રહીશને વિશ્વાસમાં લઈ તેઓના ફોનમાં બિલ પેમેન્ટ નામની લીંક ઓપન કરાવી ક્વીક રિપોર્ટ નામની એપ ડાઉનલોડ કરાવી આધાર કાર્ડ નંબર તથા પાનકાર્ડ નંબર વિગેરે માહિતી ભરાવી રતનપુરના રહીશના ખાતામાંથી અલગ અલગ તારીખોમાં અલગ અલગ ટ્રાન્જેક્શનનું કુલ રૂ.૩,૯૦,૩૪૧ ની ઓનલાઈન ઠગાઈ વિશ્વાસઘાત કરી સાયબર ક્રાઈમનો ગુનો કર્યો હતો.

 આ બનાવ સંદર્ભે રતનપુરના રહીશની ફરિયાદના આધારે માતર પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે માતર તાલુકાના રતનપુર આશિયાના પાર્ક સોસાયટીમાં કાદીરશા સુબાસા દિવાન (ઉ.વ.૫૭) પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ નડિયાદ પંજાબ નેશનલ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓનું પંજાબ નેશનલ બેંકમાં ઓડી એકાઉન્ટ ધરાવે છે. તેઓ તા.૨૪ મી ફેબ્રુઆરીના રોજ બેંકમાં નોકરી પર હાજર હતા. તે વખતે તેઓના મોબાઇલ ફોનમાં એમજીવીસીએલ (જીઇબી) ઉપરથી મેસેજ આવેલો. જેમાં આગળના મહિનાનું લાઈટ બિલ ભરવા માટે તમારે અપડેટ કરવું પડશે. જે મેસેજ વાંચી કાદીરશા દિવાનના ફોન ઉપર સાંજના ફોન આવેલ કે અને જણાવેલ કે હું એમજીવીસીએલ કસ્ટમર કેર બરોડા થી બોલું છું. તમારે એમજીવીસીએલ નું નેક્સ્ટ બિલ ભરવા માટે તમારે ડેટા અપડેટ કરવો પડશે. તેમ જણાવી તેઓના મોબાઇલમાં એક લિંક ઇલેક્ટ્રિક સિટી બીલ અપડેટ HTTPS: BILL PAYMENTTELECTRI WIXSITE.COM/ELECTRICITY BILLPAYME  નામની લીંક ઓપન કરવાનું કહેતા તેઓએ લિંક ઓપન કરી તેમાંથી ક્વીક રિપોર્ટ નામની એપ ડાઉનલોડ કરી તેમાં આધાર કાર્ડ નંબર પાનકાર્ડ નંબર તથા એકાઉન્ટ નંબર તથા કાદીરશા દિવાનનો મોબાઇલ નંબર એડ કરેલ તે પછી તરત જ તેઓના ખાતામાંથી રૂ.૧૦ કપાયેલા અને તે પછી બીજા રૂ.૨૪૯૦૦ કપાયેલા જેથી કાદીરશા દીવાને આવેલ ફોન નંબર પર ફોન કરી જણાવતા તેઓએ જણાવેલ કે આ સિસ્ટમની ભૂલના કારણે આપના પૈસા કપાયેલા છે. તમારા પૈસા ૨૪ કલાકમાં પાછા તમારા ખાતામાં જમા થઈ જશે. તેમ જણાવેલ પરંતુ બીજા દિવસે તા.૨૫/૨/૨૩ ના રોજ ફોન આવેલ કે તમારા પૈસા પરત આવી ગયા તેમ કહેતા કાદીરશા દીવાને ના પાડેલ જેથી તેઓએ સિસ્ટમ રિપોર્ટ કરેલ નથી. 

તમારે ફરીથી અપડેટ કરવું પડશે. તો તમારા નાણાં પરત આવશે. તેવી વાત કરતા કાદીરશા દીવાને ફરીથી અપડેટ કરવા લિંક મોકલતા તેઓના ખાતામાંથી રૂ.૧૦ હજાર કપાઈ ગયેલા તે પછી તરત જ રૂ.૫૭૯૯૦ અને તે પછી રૂ.૧૦ – ૧૦ તેઓના ખાતામાંથી કપાયેલા જેથી કાદીરશા દીવાને ઉપરોક્ત મોબાઈલ ધારકને ઠપકો કરતા જણાવેલ કે સિસ્ટમ સપોર્ટ કરતી નથી. તમારે અવારનવાર અપડેટ કરવી પડશે તેમ જણાવી ફોન સ્વીચ ઓફ કરી દીધેલ.

આમા તા.૨૪ અને ૨૫ અને ૨૬ ના રોજ તેઓના ખાતામાંથી રૂ.૩,૯૦,૩૪૧ એકાઉન્ટમાંથી કપાઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે કાદિરશા દિવાનની ફરિયાદ ના આધારે માતર પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ છેતરપિંડી નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *