નાબાર્ડ ગુજરાતના પશુપાલન ક્ષેત્રને '23-'24માં 5,739 કરોડનું ધિરાણ આપશે

0

[ad_1]

  • મુખ્યમંત્રીની હાજરીમાં નાબાર્ડના ધિરાણ પેપરનું વિમોચન કરાયું
  • બેઠકમાં નાબાર્ડના ચીફ જનરલ મેનેજર ડૉ. જ્ઞાનેન્દ્ર મણિ પણ ઉપસ્થિત રહ્યા હતા
  • જેના માટે નાબાર્ડ દ્વારા બેન્કોને ઓછા વ્યાજે રિફાઇનાન્સિંગ થયું હતું

ગુજરાતમાં 2023-24ના નાણાકીય વર્ષમાં નાબાર્ડ દ્વારા પશુપાલન ક્ષેત્રે ડેરી ડેવલપમેન્ટ માટે રૂ. 5,323.57 કરોડનું, પોલ્ટ્રી ડેવલપમેન્ટ માટે રૂ. 313.73 કરોડનું અને ઘેટાં-બકરાં માટે રૂ. 101.44 કરોડનું ધિરાણ મળશે. આમ રાજ્યના પશુપાલન ક્ષેત્ર માટે નાબાર્ડ પાસેથી કુલ રૂ. 5,738.74 કરોડનું ધિરાણ આ વર્ષમાં પશુપાલકોને મળશે. આ સાથે નાબાર્ડએ રાજ્યના એમએસએમઇ ક્ષેત્રને બેન્કો દ્વારા રિફાઇનાન્સ કરવા માટે નવો નાણાકીય વર્ષમાં રૂ. 1 લાખ 42 હજાર કરોડના ધિરાણનું પણ પ્રોવિઝન રાખ્યું છે. ગુરુવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નાબાર્ડના ધિરાણ સંદર્ભમાં યોજાયેલા સેમિનારમાં ઉપરોક્ત આંકડા દર્શાવવામાં આવ્યા હતા.

રાજ્યના એમએસએમઇ ક્ષેત્રના એકમોએ 2021-22ના વર્ષમાં બેન્કો પાસેથી અંદાજે 1 લાખ કરોડનું ધિરાણ મેળવ્યું હતું, જેના માટે નાબાર્ડ દ્વારા બેન્કોને ઓછા વ્યાજે રિફાઇનાન્સિંગ થયું હતું. 2021-22માં રાજ્યના પશુપાલન તથા સંલગ્ન ક્ષેત્રોને નાબાર્ડ દ્વારા કુલ રૂ. 4,157.90 કરોડનું ધિરાણ અપાયું છે, ડેરી ક્ષેત્રને રૂ. 2,714.65 કરોડનું તથા પોલ્ટ્રી ક્ષેત્રને રૂ. 316.88 કરોડનું ધિરાણ ચૂકવાયું છે. આમ કુલ રૂ. 7,189.43 કરોડનું ધિરાણ અપાયું છે. જ્યારે 2022-23ના ચાલુ નાણાકીય વર્ષમાં સપ્ટેમ્બર-2022 સુધીમાં રાજ્યના પશુપાલન તથા સંલગ્ન ક્ષેત્રોને કુલ રૂ. 4,000.76 કરોડનું ધિરાણ અપાયું છે, ડેરી ક્ષેત્રને રૂ. 1,993.96 કરોડ તથા પોલ્ટ્રી ક્ષેત્રને રૂ. 195.33 કરોડ મળીને કુલ રૂ. 6,190.55 કરોડનું ધિરાણ છૂટું થયું છે. મુખ્યમંત્રીએ રાજ્યના પ્રાયોરિટી સેક્ટરને 43 ટકા અને એમએસએમઇ ક્ષેત્રને 47 ટકા સંભવિત ધિરાણ આપવાના નાબાર્ડના આયોજનની પ્રશંસા કરી હતી. બેઠકમાં નાબાર્ડના ચીફ જનરલ મેનેજર ડૉ. જ્ઞાનેન્દ્ર મણિ પણ ઉપસ્થિત રહ્યા હતા.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *