-બે વર્ષમાં તરૂણી ઉપર અનેકવાર અત્યાચાર કરનાર પરિણીત હવસખોર કેતન પરમાર પરવટ પાટિયાની RBC પ્રિ-કિડ્સ સ્કૂલનો સંચાલક: માતા નોકરી ઉપર ગઇ હતી અને પિતા ચેક રીટર્ન કેસમાં જેલા હોવાની તકનો ગેરલાઉ ઉઠાવ્યો
– બિંદીયાની એકલતાનો લાભ લઇ બે વર્ષમાં અનેક વખત સંબંધ બાંધ્યા, સાવકા પિતા અને મામા-મામીને શંકા જતા ભાંડો ફૂટયો
સુરત
રાંદેર રોડ-પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતી મહિલાના પ્રેમીએ તેણીની 16 વર્ષીય પુત્રીને દારૂ પીવડાવ્યા પછી બેલ્ટ વડે માર મારી હવસનો શિકાર બનાવ્યા બાદ છેલ્લા બે વર્ષથી શારિરીક શોષણ કરી જધન્ય કૃત્ય આચરતો હોવાની ફરિયાદ અડાજણ પોલીસમાં નોંધાયો છે. પોલીસે મહિલાના હવસખોર પ્રેમી એવા પરવટ પાટિયાની આરબીસી કીડ્ઝ ઝોન પ્રિ-સ્કૂલના સંચાલકની ધરપકડ કરી છે.
અડાજણ પોલીસ સ્ટેશનના ચોપડે ગત રોજ ચોંકાવનારો કિસ્સો નોંધાયો હતો. મામા-મામી સાથે પોલીસ સ્ટેશન પહોંચેલી રાંદેર રોડ-પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતી 18 વર્ષીય કોલેજમાં અભ્યાસ કરતી બિંદીયા (નામ બદલ્યું છે) એ ઓટો શો-રૂમમાં નોકરી કરતી માતાના પ્રેમી કેતન બાબુભાઇ પરમાર (ઉ.વ.