mother of two kids suicide note on palm in Surat – News18 Gujarati

0

[ad_1]

સુરત: શહેરનાં પરવટ ગામની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બે સંતાનોની માતાએ આપઘાત કરી લીધો છે. મૂળ ઝારખંડની 27 વર્ષની સીતા ગોસ્વામીએ હથેળી પર પતિ વિરુદ્ધ હિન્દીમાં લખાણ લખીને આપઘાત કરી લીધો છે. આ અંગે સ્થાનિક પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, મૂળ ઝારખંડની 27 વર્ષીય સીતા પ્રવીણ ગૌસ્વામીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. આ મહિલાએ હથેળી પર હિન્દીમાં “પતિ મુઝે પરેશાન કરતા હૈ”લખી જીવન ટૂંકાવ્યું છે. આ સાથે તેણે લખ્યું છે કે, મેં જીના ચાહતી થી.’ પરિણીતાએ પોતાની હથેળી અને હાથ ઉપર હિન્દીમાં લખાણ લખ્યું છે.

આ પરિણીતાનાં બે સંતાનો છે. આ મહિલાએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇ લીધો હતો. આ વાત વાયુવેગે પ્રસરતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

આ અંગે જ્યારે પરિવારને જાણ થઇ જે બાદ તરત જ 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. પરંતુ 108 ઘરે પહોંચે તે પહેલા જ પરિણીતાની મોત નીપજી હતી. પત્નીની હથેળી જોઇને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે કે, પત્નીએ પતિના ત્રાસને કારણે આ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે. પોલીસનાં જણાવ્યા પ્રમાણે, પરિવાર ફરિયાદ આપશે તો પતિ સામે ગુનો દાખલ થઇ શકે છે.

Published by:Kaushal Pancholi

First published:

Tags: આપઘાત, ગુજરાત, સુરત



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *