અનંત-રાધિકાનો આ વીડિયો નહીં જોયો હોય, સાસુ નીતા અંબાણીએ નિભાવી પરંપરા

0

[ad_1]

  • રાધિકા-અનંતની ધામધૂમથી કરી સગાઇ
  • સગાઇ પછીનો Inside વીડિયો વાયરલ
  • નીતા અંબાણીએ રાધિકાની આરતી કરીરાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ એન્ટિલિયામાં ખૂબ ધામધૂમથી સગાઈ કરી. સગાઈ પછીના ફોટા દરેકનું ધ્યાન ખેંચી રહ્યા છે ત્યારે સગાઈનો અંદરનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં અંબાણી પરિવાર સદીઓથી ચાલી આવતી ગોળધાણા અને ચુંદડી વિધિની જેવી પરંપરાઓ નિભાવતો જોવા મળે છે, જે પેઢીઓથી ચાલી આવે છે. વીડિયોમાં તમે જોશો કે નીતા અંબાણી તેમની નાની વહુ રાધિકા મર્ચન્ટની આરતી કરતા જોવા મળી રહ્યા છે અને ઘંટડી વગાડતા જોવા મળી રહ્યા હતા. આ સાથે વીડિયોમાં ઘણા લોકો શંખનાદ કરતા જોવા મળ્યા હતા.

નીતા અંબાણી સેરેમની પરફોર્મ કરતા જોવા મળ્યા હતા

આ વાયરલ વીડિયોમાં નીતા અંબાણી પોતાની પરંપરાનું પાલન કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં નીતા અંબાણી પહેલા રાધિકા મર્ચન્ટને તિલક કરે છે અને પછી આરતીની થાળીમાંથી વહુની આરતી કરે છે. આ પછી તે ઘંટડી વગાડે છે અને સ્મિત કરે છે. અને રાધિકા નીતા અંબાણી સાથે હાથ મિલાવે છે અને તેને ગળે લગાવે છે. આ પછી રાધિકા મુંકેશ અંબાણી અને શ્લોકાના આશીર્વાદ લે છે.

બાળકને ખોળામાં રમાડતી જોવા મળી રાધિકા

આ વીડિયોમાં રાધિકા નાનકડા બાળકને ઉચકીને રમાડતી જોવા મળી રહી છે. વીડિયો જોઈને લાગે છે કે આ બાળક ઈશા અંબાણીનું છે. આ સિવાય વીડિયોમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી પણ આખા પરિવાર સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપતા જોવા મળ્યા હતા.

તેની સગાઈના દિવસે રાધિકા મર્ચન્ટે ગોલ્ડન અને ક્રીમ રંગનો લહેંગા ચોલી પહેર્યો હતો. ગળામાં હીરાનો સેટ અને હાથમાં હીરાનું બ્રેસલેટ અને માંગ ટીકા તેમના પર ખૂબ જ સુંદર લાગે છે. બીજી તરફ, અનંત અબાની પત્ની રાધિકાથી અલગ વાદળી શેરવાનીમાં જોવા મળ્યા હતા. બંનેએ સાથે અને પરિવાર સાથે પોઝ પણ આપ્યા હતા. આ પ્રસંગે નીતા અંબાણી ગોલ્ડન અને ક્રીમ કોમ્બિનેશનની રેડ બોર્ડર સાડી પહેરેલી જોવા મળ્યા હતા. જ્યારે મોટી વહુ શ્લોકા આછા વાદળી રંગના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તમને જણાવી દઈએ કે, અંબાણી પરિવાર ખૂબ જ ધામધૂમથી સગાઈની ઉજવણી કરી રહ્યા છે. જેમાં બોલિવૂડથી લઈને ક્રિકેટ સુધીની અનેક હસ્તીઓ ભાગ લઈ રહી છે.[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *