Wall Collapse Incident In Rajkot: રાજકોટ શહેરમાં આજીડેમ ચોકડી નજીક દીવાલ ધસી પડતાં માતા-પુત્રના મોત થયા છે. સુરભી ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં દીવાલના ટેકે શ્રમિક મહિલા તેના એક વર્ષના પુત્રને સ્તનપાન કરાવતી હતી. આ દરમિયાન અચાનક દીવાલ સાથે ટ્રેક્ટર અથડાતા દીવાલ ધસી પડી માતા-પુત્ર પર પડી હતી. જેની નીચે દટાઈ જતા બંનેના મોત નિપજ્યા હતા. આ મામલે પોલીસે કોન્ટ્રાકટર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: વડોદરા ભવિષ્યમાં વિમાનોના ઉત્પાદનનું હબ બનશે, સી-295 એરક્રાફટ નિર્માણ માટેના પ્લાન્ટનું ઉદઘાટન
મળતી માહિતી અનુસાર, આજીડેમ ચોકડી નજીક સુરભી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનામાં કામ ચાલી રહ્યું હતું. એક ટ્રેક્ટર ચાલક સાઈટ પર કપચી ખસેડતો હતો તે સમયે ટ્રેક્ટરથી દીવાલને ધક્કો વાગતા આ દુર્ઘટના બની હતી. દીવાલ માથે પડતા સીમાબેન (ઉં.વ. 21) અને તેના એક વર્ષના પુત્ર સાર્થકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિરમાં ચોરીનો પ્રયાસ? વિખેરાયેલો હતો સામાન, પોલીસે હાથ ધરી તપાસ
ગુજરાતમાં મજૂરી કરવા માટે આ પરિવાર ત્રણ મહિના પહેલા જ મધ્ય પ્રદેશથી આવ્યો હતો. સુરભી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં નવા કારખાનાનું બાંધકામ ચાલુ હતું. જેમાં સીમાબેન તેના પુત્રને સાથે લઈ કામ કરતા હતા. તે સમયે આ કરૂણ ઘટના બની હતી. આ મામલે ટ્રેક્ટરના ચાલક અને કોન્ટ્રાકટર નરેશ ચૌહાણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.