યુનિવર્સિટીની કોલેજ-ભવનોમાં મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ

0

[ad_1]

Updated: Jan 20th, 2023

– સુરક્ષાની બાબતમાં લોલમલોલ

– વિભાગના અધ્યક્ષ કે કોલેજના પ્રિન્સીપાલ દ્વારા નિયમીત રીપેરીંગ, અપડેઇટ નહીં કરાવતા કેમેરા શોભાના ગાંઠીયા સમાન

ભાવનગર : એમ.કે. ભાવનગર યુનિવર્સિટીની સુરક્ષાને લઇ છાશવારે પ્રશ્નો ઉઠતા રહ્યા છે ત્યારે કેમ્પસમાં તેમજ વિવિધ કોલેજ-ભવનોમાં ફીટ કરાયેલ કેમેરા પણ મોટી સંખ્યામાં બંધ હાલતમાં હોવાનું જણાયું છે ત્યારે સુરક્ષા સંદર્ભે જે-તે ભવન કે કોલેજના વડા દ્વારા આ કેમેરા શરૂ કરાવવા કાળજી લીધી છે ખરી તેવા સવાલો ઉઠયા છે.

યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજો અને ભવનોમાં ખાસ કરીને સુરક્ષાના ભાગરૂપે કેમેરા ફીટ કરાયા છે પરંતુ દિવસો વિતતા આ કેમેરા કોઇને કોઇ કારણોસર અપડેટ થતા નથી અને અંતે બંધ હાલતમાં શોભાના ગાંઠીયા સમાન બની જાય છે. જ્યારે સ્ટોર વિભાગમાં આ બંધ કેમેરા શરૂ કરાવવા બાબતની જાણ સુધ્ધા થતી નથી અને બધુ લોલમલોલ ચાલી રહ્યું છે ત્યારે જવાબદાર ભવનના અધ્યક્ષ કે કોલેજના પ્રિન્સીપાલે આ બંધ કેમેરાનો ખર્ચ કરી જરૂરી ઘટતી કાર્યવાહી કરવી જરૂરી બની છે. પરંતુ અહી તો વાડ જ ચીભડા ગળે ત્યાં કોનો વાંક કાઢવો એક તબક્કે ઇસી સભ્યએ આ કેમેરા અંગેની વિગતો પણ માંગી હોવાનું જણાયું છે પરંતુ તે અંગે પણ હજુ સુધી આગળની કાર્યવાહી થઇ નથી ત્યારે સુરક્ષાની બાબતમાં યુનિવર્સિટીમાં ચાલી રહેલી નિષ્ક્રીયતા સામે પણ સવાલો ઉઠવા પામી રહ્યા છે. યુનિ.ના તમામ ભવનો અને કોલેજો પોતાની સ્વૈચ્છીક જવાબદારી સંભાળી સીસીટીવી કેમેરાનું ફોલોપ લઇ યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે તો ભવનો અને કોલેજોની સાથોસાથ હોસ્ટેલોના કેમેરાની પણ જાળવણી અત્યંત જરૂરી બની છે જેથી કોઇ અઘટીત ઘટના કેમેરામાં કેદ થઇ શકે. આમ એકલ દોકલ કેમેરા શરૂ હોય પુરા પરીસરનું ધ્યાન રાખવું દુષ્કર બને છે જેથી તમામની જાળવણી અને જરૂર પડયે રિપેરીંગ કાર્ય કરાવવું પણ અનિવાર્ય બન્યું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *