આકરી ઠંડીના પગલે વડોદરામાં સવારની પાળીમાં ચાલતી સ્કૂલોનો સમય બદલાશે

0

[ad_1]

Updated: Jan 21st, 2023

વડોદરાઃ આકરી ઠંડીમાં વહેલી સવારે સ્કૂલે જવામાં વિદ્યાર્થીઓને થઈ રહેલી પરેશાનીના કારણે આખરે ડીઈઓ વડોદરા શહેર જિલ્લાની તમામ સ્કૂલોના સમયમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે.

આગામી દિવસોમાં ગુજરાતને કાતિલ ઠંડીના વધુ એક મોજાનો સામનો કરવો પડે તેવી શક્યતા છે અને વહેલી સવારે નાના બાળકોેને સ્કૂલે જવામાં વધારે મુશ્કેલી પડતી હોય છે.તેવા સંજોગોમાં ડીઈઓ કચેરીએ આખરે પોતાનુ વલણ બદલ્યુ છે.

ડીઈઓ કચેરી દ્વારા આજે થયેલી જાહેરાત પ્રમાણે કલેકટરની સૂચના અનુસાર વડોદરા શહેર અને જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક , ઉચ્ચતર માધ્યમિક શાળાઓને વિદ્યાર્થીઓના  હિતમાં ૨૩ જાન્યુઆરી, સોમવારથી અન્ય સૂચના મળે ત્યાં સુધી સવારની પાળીનો સમય બદલવાનો રહેશે.સવારની પાળીમાં ચાલતી તમામ સ્કૂલોના સંચાલકોએ સવારના આઠ વાગ્યાથી સ્કૂલ શરુ કરવાની રહેશે.સાથે સાથે શાળાના સમયમાં ઘટાડો થવાના કારણે વિદ્યાર્થીઓનો જે પણ અભ્યાસક્રમ બાકી રહે તે ભવિષ્યમાં પૂર્ણ કરવાનો રહેશે.જેથી  વિદ્યાર્થીઓના ભણતરને નુકસાન ના થાય.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં  એક વિદ્યાર્થિનીનુ ઠંડીના કારણે મોત થયા બાદ રાજકોટ ડીઈઓ  દ્વારા પણ રાજકોટની સ્કૂલોના સમયમાં ફેરફાર કરાયો હતો.જેના પગલે વડોદરામાં પણ સવારની સ્કૂલોનો સમય બદલવા માટે માંગ  ઉઠી હતી.આ પહેલા વડોદરા વાલી મંડળ પણ આ મુદ્દે ડીઈઓ કચેરીમાં રજૂઆત કરી ચુકયુ હતુ.વહેલી સવારે ઠંડીમાં સ્કૂલે જતા વિદ્યાર્થીઓને  સ્કૂલો દ્વારા તેમના નક્કી કરેલા સ્વેટર સીવાય બીજા ગરમ વસ્ત્રો નહીં પહેરવા દેવાતા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *