Image: Freepik
Fatty Liver Symptoms: હૈદરાબાદ યુનિવર્સિટીની એક સ્ટડી અનુસાર ભારતના 80% થી વધુ આઈટી સેક્ટરમાં કામ કરનાર કર્મચારી ફેટી લીવરની સમસ્યાથી પીડાઈ રહ્યાં છે. આ સ્ટડીમાં ખબર પડે છે કે લાંબા સમય સુધી બેસીને કામ કરવું, સ્ટ્રેસ, અનહેલ્ધી ખાણીપીણી અને ફિઝિકલ એક્ટિવિટીઝની ઉણપના કારણે આઈટી કર્મચારીઓમાં મેટાબોલિક ડિસફંક્શન એસોશિએટડ ફેટી લીવર ડિસીઝની સમસ્યા ઝડપથી વધી રહી છે.
ફેટી લીવર એક ગંભીર આરોગ્ય સમસ્યા છે, જે લિવરમાં એક્સ્ટ્રા ફેટ જમા થવાના કારણે થાય છે. જો સમય રહેતાં આની પર ધ્યાન ન આપવામાં આવે તો આ લીવર સિરોસિસ કે લિવર કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.