CMOના વોટ્સએપમાં 500થી વધુ ફરિયાદો, તંત્ર દોડતું થયું

0

[ad_1]

  • સંબંધિત અધિકારીઓ પાસે જવાબ મંગાયો
  • નાગરિકોની 20 કલાકમાં 500 ફરિયાદો આવી
  • ફરિયાદો સસ્તા અનાજના વિતરણ સંબંધિત હોવાનું જાણવા મળ્યું

મુખ્યમંત્રી કાર્યલાય- CMOએ નાગરિકોની ફરિયાદો અને રજૂઆતો મોકલવા જાહેર કરેલા વોટ્સએપ નંબર 7030930344 પર બુધવારે બપોરે બે વાગ્યા સુધીના 20 કલાકમાં 500થી વધુ ફરિયાદોના ઢગલા થયા છે. જેમાંથી અધિકાંશ ફરિયાદો જિલ્લા સ્તરના અધિકારક્ષેત્રની હોવાનું જણાવતા CMOના જનસંપર્ક કાર્યલાયે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, શિક્ષણ, આરોગ્ય અધિકારીને મોકલવામાં આવતા જિલ્લા- તાલુકાઓમાં દોડધામ મચી છે.

મહેસૂલ વિભાગે ગત સપ્તાહે તમામ જિલ્લાઓના નિવાસી અધિક કલેક્ટરો- RACની સમીક્ષા બેઠક યોજી ત્યારે CMOના અધિકારીએ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં તાલુકા, જિલ્લા કક્ષાએ દર્શાવેલી શુન્ય ફરિયાદો મુદ્દે ખુલાસો માંગ્યો હતો. જો કે, મંગળવારે વોટ્સએપ નંબર જાહેર થયાના એક જ દિવસમાં 500 ઉપરાંત ફરિયાદો મળતા CMOના જનસંપર્ક કાર્યલાયે તેને સંબંધિત જિલ્લા, તાલુકા સ્વાગત ઓનલાઈન સિસ્ટમમાં ફોરવર્ડ કરીને સંબંધિત અધિકારીઓ પાસે પ્રથમ ફરિયાદની સત્યતા, બાદમાં તપાસ અને છેવટે ઉકેલનો અહેવાલ માંગ્યો છે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી જે જિલ્લા અને તાલુકાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં ફરિયાદો કે રજૂઆતો શુન્ય રહી ત્યાં અચાનક તંત્રને દોડધામ કરવી પડશે. ઉલ્લેખનિય છે કે, શરૂઆતના તબક્કે વોટ્સએપમાં મારફતે આવેલી ફરિયાદોમાં સૌથી વધુ પોલીસ, પંચાયત અને કલેક્ટર કચેરી તેમજ સસ્તા અનાજના વિતરણ સંબંધિત હોવાનું જાણવા મળ્યુ છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *