Mokshada Ekadashi 2024: માગશર સુદ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે. આ મોક્ષ પ્રાપ્તિનો દિવસ કહેવાય છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે, અને દાન કરવાથી અનેકગણું ફળ મળે છે. આ વર્ષે મોક્ષદા એકાદશીનું વ્રત 11મી ડિસેમ્બર એટલે કે આજે મનાવવામાં આવશે. આવો અમે તમને તેની પૂજા પદ્ધતિ અને શુભ સમય જણાવીએ.