23.2 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, નવેમ્બર 6, 2024
23.2 C
Surat
બુધવાર, નવેમ્બર 6, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરામોદી ૨૮૪ કરોડના વિવિધ પ્રોજેકટનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે | Modi will officially launch...

મોદી ૨૮૪ કરોડના વિવિધ પ્રોજેકટનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે | Modi will officially launch various projects worth 284 crores



રાજપીપળા,વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ૩૧ ઓક્ટોબરે સ્ટેચ્યુ આફ યુનિટી, એકતા નગર ખાતે ૨૮૪ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તા.૩૧મીએ સવારે સરદાર પટેલના સ્ટેચ્યૂની મુલાકાત લઇ પદ પૂજા કર્યા બાદ એકતા પરેડમાં ભાગ લેશે, એ પછી દેશની વિવિધ સુરક્ષા એજન્સી જવાનો પોતાના કરતબો દર્શાવશે. 

૩૧મીએ એકતા પરેડમાં ભાગ લેશે ઃ દેશની વિવિધ સુરક્ષા એજન્સીના જવાનો કરતબો દર્શાવશે

૨૨ કરોડના ખર્ચે ૫૦ બેડની ક્ષમતા ધરાવતી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેનું અને આઇસીયુ ઓન-વ્હીલ્સનું લોકાર્પણ થશે.  પ્રવાસીઓ માટે  ૧૦ સ્માર્ટ બસ સ્ટોપ અને ૧૦ પિક-અપ સ્ટેન્ડનું નિર્માણ  થઇ રહ્યું છે, જેના ફેઝ-૧નું લોકાર્પણ કરવામાં આવશે. ૨.૫૮ કરોડના ખર્ચે એકતાનગર ૩ રસ્તા, ગરૃડેશ્વર ચોક, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કની સામે અને સહકાર ભવન પાસે ટ્રાફિક સર્કલ બનાવવામાં આવ્યા છે.  ૧૦ સ્થળે પુશ બટન પેડેસ્ટ્રિયન ક્રોસિંગ, રેવા ભવન પાસે કાર ચાર્જીંગ પોઈન્ટ, એસઆરપી ફોર્સ માટે રનિંગ ટ્રેકનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

પાણી, પ્રકૃતિ અને એકતાની થીમ પર  શિલ્પકારોએ ૨૪ શિલ્પો બનાવ્યા હતા.  આ શિલ્પાકૃતિઓને ૨૪ સ્થળોએ ઇન્સ્ટોલ કરાશે. બસ ખાડીથી વ્યુપોઈન્ટ-૧ સુધીનો વાકવે, એકતા દ્વારથી શ્રે ભારત ભવન સુધીનો વાકવે (ફેઝ-૧)નું  અને ૨૩.૨૬ કરોડના ખર્ચે ૪ મેગાવોટ સોલર પ્રોજેક્ટનું લોકાર્પણ થશે.૭૫ કરોડના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું અને  ફાયર સ્ટાફ રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ, સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટરનું  અને બોનસાઇ ગાર્ડનનું ખાતમુહૂર્ત કરશે. કેકટસ ગાર્ડન નજીક પ્રોજેકશન વોલનું વિસ્તરણ કરાશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય