MLA હાર્દિક પટેલની મુશ્કેલી વધી: કોર્ટે સમન્સ જાહેર કર્યું

0

[ad_1]

  • પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલમાં કેસ થયેલો
  • ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ સામે સમન્સ જાહેર કર્યું
  • 8 ફેબ્રુઆરીએ હાર્દિક પટેલને ગ્રામ્ય કોર્ટમાં હાજર રહેવા સમન્સ

ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વર્ષ 2018માં થયેલા કેસમાં હાર્દિક પટેલ સામે સમન્સ જાહેર કર્યું છે. આગામી 8 ફેબ્રુઆરીના રોજ હાર્દિક પટેલને કોર્ટમાં હાજર રહેવા માટેનું સમન્સ પાઠવ્યું છે.

મળતી માહિતી મુજબ કોર્ટમાં હાજર રહેવા માટે હાર્દિક પટેલને સમન્સ પાઠવવામાં આવ્યું છે. ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. હાર્દિક પટેલ વિરુદ્ધ 100થી વધુ પેજની ચાર્જશીટ અને 10થી વધુ સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેસમાં 8 ફેબ્રુઆરીએ હાર્દિક પટેલને ગ્રામ્ય કોર્ટમાં હાજર રહેવાનો અએશ આપવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલમાં હાર્દિક પટેલે સામે ફરિયાદ નોંધાઈ હતી. આંદોલન વખતે નિકોલ આમરણાંત ઉપવાસ પર બેસી વિરોધ કરવા જાય તે પહેલા જ હાર્દિક પટેલ સહિત 9 લોકોની અટકાયત કરાઈ હતી જે બાદ ગુનો નોંધાયો હતો. આ સાથે જ વર્ષ 2018માં 25 ઓગસ્ટના રોજ પોલીસ સાથે ગેરવર્તુણકની ફરિયાદ પણ નોંધાઇ હતી. હાર્દિક પટેલની સાથે પોલીસે ગીતા પટેલ અને કિરણ પટેલ સામે પણ ગુનો નોંધ્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *