MJ લાયબ્રેરીનું રૂ. 15.83 કરોડનું બજેટ મંજૂરઃ 4,00,000 સભ્યોનો વધારો

0

[ad_1]

  • RFID સિસ્ટમથી ડેટા ઓનલાઈન કરવા માટે 30 લાખનો ખર્ચ કરાશે
  • હેરિટેજ સ્થળોએ રૂ. 5 લાખના ખર્ચે કાર્યક્રમોનું આયોજન કરાશે
  • દરરોજ બે લાખથી વધુ લોકો MJ લાયબ્રેરીમાં વાંચવાનો લાભ લે છે

AMC સંચાલિત MJ લાયબ્રેરીના વ્યવસ્થાપક મંડળના રૂ. 15.03 કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ.80 લાખના સુધારા સાથે 2023-24ના વર્ષનું રૂ.15 કરોડ, 83 લાખનું બજેટ મંજૂર કરાયું છે. M. J. લાયબ્રેરીમાં નવા 4 લાખ જેટલા સભ્યોની સંખ્યામાં વધારો થયો છે. MJ લાયબ્રેરીમાં દરરોજ બે લાખથી વધુ લોકો વાંચવાનો લાભ લે છે. સાત લાખ પુસ્તકો અને 22,000 સભ્યોના ડેટા RFID સિસ્ટમથી ઓનલાઈન કરવા રૂ. 30 લાખનો ખર્ચ કરાશે.

કવિ ‘શૂન્ય પાલનપુરી’ની જન્મશતાબ્દી નિમિત્તે કવિ સંમેલન યોજાશે. કોટ વિસ્તાર અને પોળોમાં હેરિટેજ સ્મારકોથી નગરજનો પરિચિત થાય તે માટે હેરિટેજ સ્થળે રૂ. 5 લાખના ખર્ચે કાર્યક્રમોનું આયોજન કરાશે. પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ અંગે રૂ. 2 લાખના ખર્ચે સેમિનાર અને રૂ. 1 લાખના ખર્ચે સાયબર સિક્યુરિટી જાગૃતિ અંગે સેમિનારનું આયોજન કારશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *