હુમલાના ભયે મોસ્કોમાં બહુમાળી બિલ્ડિંગ પર મિસાઇલ લોન્ચ

0

[ad_1]

  • યૂક્રેન દ્વારા ડ્રોન કે મિસાઇલ હુમલો કરાવાની શંકા
  • રશિયા-યૂક્રેન યુદ્ધને વર્ષ થવાની નજીક છે
  • બંને પક્ષો ટસથી મસ થવાનું નામ લઇ રહ્યા નથી

રશિયા-યૂક્રેન યુદ્ધને વર્ષ થવાની નજીક છે પરંતુ બંને પક્ષો ટસથી મસ થવાનું નામ લઇ રહ્યા નથી. રશિયા વિરુદ્ધ યૂક્રેનને બીજા દેશ મદદ કરી રહ્યા છે, જેથી તેની સૈન્ય ક્ષમતા વધી ગઇ છે. યૂક્રેને તાજેતરના દિવસોમાં રશિયા પર જવાબી કાર્યવાહી તેજ કરી દીધી છે. યૂક્રેનને અમેરિકાએ ગુરુવારે જ નવી સૈન્ય સહાયતા આપી હતી. દરમિયાન રશિયાને આ વાતની ચિંતા સતાવી રહી છે કે યૂક્રેન રાજધાની મોસ્કો પર મિસાઇલ હુમલો કરી શકે છે. તેનાથી બચવા માટે રશિયાએ મોસ્કોની ઊંચી-ઊંચી બિલ્ડિંગ પર મિસાઇલ લોન્ચર્સ અને એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખડકી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સત્તાવાર નિવાસ નજીક એન્ટિ એર મિસાઇલ સિસ્ટમ ખડકવામાં આવી છે. અહેવાલ અનુસાર રશિયન સંરક્ષણ મંત્રાલયના રાષ્ટ્રીય રક્ષા પ્રબંધન કેન્દ્રની છત પર એક પેન્ટિર-એસ1 ડિફેન્સ સિસ્ટમ જોવા મળી હતી, જે વ્લાદિમીર પુતિનના યૂક્રેન પર હુમલાના કમાન્ડ સેન્ટર ફ્રુન્જેસ્કાયા પાસે છે. એક વીડિયોમાં તે શક્તિશાળી સિસ્ટમ ક્રેમલિનથી દોઢ માઇલ દૂર તગાંકા જિલ્લાના ટેંટરિસ્કી લેનમાં એક છત પર લઇ જતી જોવા મળી હતી. એક અન્ય ક્લિપમાં, નોવો-ઓગારેવોમાં રશિયન રાષ્ટ્રપ્રમુખની કન્ટ્રી રિટ્રીટ નજીક એક અન્ય પેન્ટિર-એસ-1 કોમ્પ્લેક્સની તૈનાતી જોવા મળી રહી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *