27 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ઓક્ટોબર 16, 2024
27 C
Surat
બુધવાર, ઓક્ટોબર 16, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતGujarat: શેરી ગરબા અને પ્રોફેશનલ ગરબાના અલગ નિયમ - હર્ષ સંઘવી

Gujarat: શેરી ગરબા અને પ્રોફેશનલ ગરબાના અલગ નિયમ – હર્ષ સંઘવી


નવરાત્રિ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે મા અંબાની ભક્તિનો અવસર છે નવરાત્રિ, યુનેસ્કો દ્વારા ગરબાને સ્થાન અપાયું છે. સરકાર નાગરિકો માટે વ્યવસ્થા કરવામાં અગ્રેસર છે. મોડીરાત સુધી યુવાનો ગરબા રમે તેવી વ્યવસ્થા કરાઇ છે.

વેપારીઓ પણ મોડી રાત સુધી વેપાર કરી શકશે

વેપારીઓ પણ મોડી રાત સુધી વેપાર કરી શકશે. તેમજ પોલીસ, આયોજકો સાથે મળી વ્યવસ્થા કરશે. હોસ્પિટલ કે રહીશોને તકલીફ ન પડે તે જરૂરી છે. કોઇને હેરાનગતિ ન થાય તેવી વ્યવસ્થા કરાશે. શેરી ગરબાના નિયમો અલગ બનશે. તેમજ પ્રોફેશનલ ગરબાની વ્યવસ્થા અલગ કરાશે. નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં નવરાત્રિને લઇ તૈયારીઓ શરુ થઈ ગઈ છે. આ વખતે નવરાત્રિમાં ખેલૈયાઓ સવાર સુધી ગરબા રમી શકશે. ત્યારે આખી રાત ગરબે ઘૂમવા ખેલૈયાઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આખી રાતની પરવાનગી આપતા ખેલૈયાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

ટ્રેડિશનલ ડ્રેસિંગ સાથે ગરબાની ખેલૈયાઓ પ્રેક્ટીસ

કપલ ગરબા, ઘુમર, બૉલીવુડ સ્ટાઇલ ગરબા, દોઢીયુ, ક્રિષ્ના સ્ટાઈલ સાહિતના ગરબાના સ્ટેપ્સ સાથે ખેલૈયાઓ ગરબે ઘુમશે. નવરાત્રિના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રિમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓ ઘડીયો ગણી રહ્યા છે. ત્યારે ટ્રેડિશનલ ડ્રેસિંગ સાથે ગરબાની ખેલૈયાઓ પ્રેક્ટીસ કરી રહ્યા છે. અમદાવાદમાં નવરાત્રિ પહેલા AMC સક્રિય થયું છે. જેમાં ખાણીપીણી સંચાલકો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા સૂચન આપવામાં આવ્યું છે. જો પાર્કિંગ વ્યવસ્થા નહીં હોય તો વેચાણ નહીં કરી શકાય. ત્યારે કર્ણાવતી ક્લબ સામે તમામને હાલ વેચાણ ના કરવા સૂચના આપવામાં આવી છે.

પાર્કિંગ અને ગંદકીને લઈને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા સૂચનાઓ

ઉલ્લેખનીય છે કે, પાર્કિંગ વ્યવસ્થા ઉભી થયા બાદ વેચાણ ચાલુ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. AMC એન્ફોર્સમેન્ટ સ્કોર્ડ રાત્રિ સમયે એક્ટિવ રહેશે. નવરાત્રિ સમયે ખાણીપીણી બજાર આસપાસભારે ટ્રાફિકજામ થતો હોય છે. ત્યારે પાર્કિંગ અને ગંદકીને લઈને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય