મંત્રી મુળુભાઇ બેરાએ પ્રવાસન નિગમની કચેરીની સરપ્રાઈઝ વિઝિટ લીધી

0

[ad_1]

  • સવારે કચેરી શરૂ થવાના સમયે કરી ઓચિંતી મુલાકાત
  • કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમની પણ મુલાકાત લીધી
  • બેંગ્લોર કચેરીના અધિકારીઓ સાથે વાતચીત કરી

આજ રોજ પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ ઓચિંતી જ પ્રવાસન નિગમની કચેરીની સવારે 11:30 કલાકે મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેઓ દ્વારા કચેરીના રેકોર્ડ તપાસવામાં આવ્યા હતા અને એચ.આર. શાખાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તથા ટેન્ડરની ચકાસણી પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત મંત્રી દ્વારા કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મૂલાકાત લેવામાં આવી હતી. આ સેન્ટરમાંથી જ તેમણે ચેન્નઈ તથા બેંગ્લોર ખાતેની ગુજરાત પ્રવાસન વિભાગની ઓફિસના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત તેમણે પ્રવાસન નિગમના વિવિધ ઓફિસલક્ષી કર્યોની સમીક્ષા પણ કરી હતી. પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાની સરપ્રાઈઝ વિઝિટથી કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ દોડતા થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્ય સરકારના મત્સ્ય ઉદ્યોગના મંત્રી રાઘવજી પટેલ મત્સ્ય ઉદ્યોગ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યા હતા. તેઓ ઓફિસ શરૂ થવાના સમયે જ પહોંચી ગયા હતા જેથી એ સમયે ઓફિસના મોટાભાગના અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. જેથી તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને ટકોર કરી હતી. આ સિવાય અગાઉ સામાજિક ન્યાય, મહિલા અને બાળ વિકાસના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગરમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ખાતે ઓચિંતા જ પહોંચ્યા હતા. મંત્રી ભાનુબેને સરકારી કચેરીમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. અને ઓફિસની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *