માઇક્રોસોફ્ટે એમએસએક્સેલ માટે પાંચ ફીચર રોલઆઉટ કર્યાં

0

[ad_1]

ટેક્નોલોજી કંપની માઇક્રોસોફ્ટે એમએસએક્સેલમાં ઇમેજ ફંક્શન અને ફોર્મ્યૂલા સજેસન જેવાં લેટેસ્ટ ફીચર્સ એડ કર્યાં છે. જેનો ઉપયોગ વિન્ડોઝથી લઇને મેક યૂઝર્સ પણ કરી શકે છે. કંપની આ વિશે જણાવે છે કે એમએસએક્સેલ પર આ ફીચર્સ આવવાથી કામ વધુ સરળ બની જશે અને ઓછા સમયમાં કામ કરી શકાશે. ફોર્મ્યુલા સજેશન ફીચરમાં યૂઝર્સને તેના ડેટાના આધાર પર ફોર્મ્યુલા સજેસ્ટ કરે છે, જેનાથી તે પોતાનું કામ ઝડપથી પૂર્ણ કરી શકે છે. જ્યારે પણ યૂઝર્સ ‘=’ ટાઇપ કરશે તો તે ફીચર જાતે જ ફોર્મ્યુલાનું સૂચન આપશે. હાલમાં એક્સેલ પર SUM, AVERAGE, COUNT, MAX, MIN અને COUNTAનું સૂચન મળે છે. જ્યારે ન્યૂ ઇમેજ ફંક્શન ફીચર કોઇ પણ સોર્સ લૉકેશનથી ઇમેજને સેલમાં જોડી શકે છે. તે સિવાય આ ફીચરથી અલ્ટરનેટિવ ટેક્સ્ટ પણ જોડી શકાય છે. કંપની જણાવે છે કે યૂઝર્સ આ ફીચરની મદદથી ઇમેજવાળા સેલને મૂવ કરીને તેની સાઇઝ ઘટાડી વધારી શકે છે. નોંધનીય છે કે, માઇક્રોસોફ્ટે કેટલાક સમય પહેલાં વીડિયો કોન્ફરસિંગ પ્લેટફોર્મ Skypeને અપડેટ કર્યું હતું. અપડેશનની હેઠળ એપનું પરફોર્મન્સ વધારવા માટે બગ્સને પણ દૂર કર્યા હતા. અલબત્ત, માઇક્રોસોફ્ટે યૂઝર્સને વિશેષ સરળતાઓ પૂરી પાડી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *