મહારાષ્ટ્ર કેમિકલ ફેક્ટરીમાંથી રૂ.106 કરોડની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત…

0

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં ડ્રગ ડીલરોનો પર્દાફાશ થયો છે. પોલીસે દરોડા દરમિયાન કેમિકલ ફેક્ટરીમાંથી રૂ.106 કરોડથી વધુની કિંમતનો મેફેડ્રોન જપ્ત કર્યો છે. પ્રતિબંધિત પદાર્થોના ઉત્પાદન માટે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

વરિષ્ઠ નિરીક્ષક શીતલ રાઉતે જણાવ્યું હતું કે, એક સૂચના પર કાર્યવાહી કરીને પોલીસે ખાલાપુરના સજગાંવ ખાતેની કંપની પર ગુરુવારે દરોડા પાડ્યા હતા અને ફેક્ટરીમાં ઉત્પાદિત મેફેડ્રોનથી ભરેલા બોક્સ જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યવાહી કરીને ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે.

માહિતી આપતા અધિકારીએ કહ્યું કે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પોલીસ ટીમને પ્લાસ્ટિકના ત્રણ ડ્રમમાંથી 85.2 કિલો મેફેડ્રોન, બે કન્ટેનરમાંથી 30 કિલો અને ત્રીજા ડ્રમમાં 25.2 કિલોગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે જપ્ત કરાયેલા ડ્રગ્સની કુલ કિંમત 106 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે મેફેડ્રોનના ઉત્પાદનમાં વપરાતો રૂ. 15.37 લાખનો કાચો માલ અને રસાયણો પણ જપ્ત કર્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *