Image: Freepik
Acharya Chanakya Niti: કોઈ પણ વ્યક્તિને આકર્ષક બનાવવાનું કાર્ય કરે છે તેના ગુણ અને વ્યક્તિત્વ. હવે ભલે કોઈનું રૂપ-રંગ જોઈને એક ક્ષણ માટે કોઈ ઈમ્પ્રેસ થઈ જાય તો પણ આ એટ્રેક્શન લગભગ થોડા દિવસો કે થોડી મિનિટોનું હોય છે. જ્યારે વ્યક્તિનો ખરાબ સ્વભાવ અને કર્કશ વાણી સામે આવે છે તો તમામ એટ્રેક્શન અને સુંદરતા ખાક થઈ જાય છે. આચાર્ય ચાણક્યએ પણ આજથી ઘણા વર્ષો પહેલા પોતાની નીતિઓમાં મહિલાઓ અને પુરુષો, બંનેના અમુક એવા ગુણોનો ઉલ્લેખ કર્યો જે તેમને આકર્ષક તો બનાવે જ છે સાથે જ જીવનમાં ખૂબ આગળ પણ લઈને જાય છે. આજે આપણે આચાર્ય દ્વારા જણાવાયેલા મહિલાઓના અમુક એવા જ ગુણો વિશે વાત કરીશું, જે પુરુષોને દીવાના બનાવી દે છે.