19 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
19 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMehsana: નિરામય જીવન જીવવા માટે હોમિયોપથી જડીબુટ્ટી સમાન: આરોગ્ય મંત્રી

Mehsana: નિરામય જીવન જીવવા માટે હોમિયોપથી જડીબુટ્ટી સમાન: આરોગ્ય મંત્રી


કાઉન્સિલ ઓફ્ હોમિયોપેથી સિસ્ટમ ઓફ્ મેડિસિન ગુજરાત સ્ટેટ અને નેશનલ કમિશન ફેર હોમિયોપથી મિનિસ્ટ્રી ઓફ્ આયુષ્ય ગવર્મેન્ટ ઓફ્ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આજરોજ મહેસાણા દૂધસાગર ડેરી ખાતે ગુજરાત હોમિયો એલાઇટ 2024 નું ઉદઘાટન આરોગ્ય મંત્રીના હસ્તે કરાયું હતું. મહેસાણા દૂધસાગર ડેરી માનસિંહ પટેલ હોલમાં રાજય કક્ષાનો હોમિયોપેથિક ગુજરાત એલાઈટ- 2024 કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે હોમિયોપથીની વાત આવે એટલે એલોપેથીની વાત થાય. જીવન શૈલી માટે આયુર્વેદ અને હોમીયોપેથીની વાત થાય ત્યારે જીવન તંદુરસ્તી માટે આ બન્ને મહત્વના ભાગ છે. અત્યારે બે પ્રકારના ઈલાજ થાય છે ટેમરરી અને પર્મેનન્ટ ઈલાજ અને તેમાં હોમીયોપથીએ કાયમી ઇલાજ છે જ્યાં જરૂર પડે તો જ એલોપેથીનો ઉપયોગ કરવો.

જ્યારે સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં આરોગ્ય લક્ષી વિવિધ યોજનાઓ અમલી બનાવી છે ત્યારે આયુષ્યમાન ભારત હેઠળ આપના દ્વારા પણ લોકોને સારવારનો લાભ મળે તેવી આશા રાખું છું. હઠીલા અને જુના રોગોની જડમૂળથી દૂર કરવામાં હોમિયોપથીના ઉપચાર કારગત છે.

તેમણે મહેસાણા ખાતે પ્રારંભ થયેલ હોમિયોપથી કોલેજ અને હોસ્પિટલની વિગતે માહિતી પૂરી પાડતાં જણાવ્યું હતું કે આજરોજ હોમિયોપથીની ડિગ્રી મેળવનાર તેમજ શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ ભવિષ્યમાં નાગરિકોની ઉત્તમ સારવાર પૂરી પાડશે. મુખ્ય મહેમાન તરીકે નેશનલ કમિશન ફોર હોમિયોપથીના ચેરપર્સન ડૉ. અનિલ ખુરાના તેમજ નેશનલ કમિશન ફોર હોમિયોપથીના બી ઇ આર એચ ના પ્રમુખ ડો. પિનાકીન ત્રિવેદી એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તેમજ ડૉ.કે સી પોરિયા એચ એન જી યુનિવર્સિટી નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણે જણાવ્યું હતું કે, બદલાતી જતી જીવન શૈલીમાં આરોગ્યમાં ખૂબ ફેરફાર થયા છે અને તેના કારણે લોકો ઘણા રોગોથી ઘેરાતા જાય છે, ત્યારે હોમિયોપથી એવી બ્રાન્ચ છે. જે દર્દીઓ માટે ફાયદા કારક પુરવાર થઈ છે. સમગ્ર ગુજરાતમાંથી 1200 જેટલા હોમીયોપેથી તબીબો તથા વિદ્યાર્થીઓ આ સેમિનારમાં જોડાયા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય