વડોદરાની અદાલતોમાં 11 ફેબ્રુઆરીએ મેગા નેશનલ લોક અદાલત યોજાશે

0

[ad_1]

  • તમામ પક્ષકાર પોતાનો કેસ લોક અદાલતમાં મૂકી શકશે
  • જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરી શકશે પક્ષકારો
  • વડોદરા શહેર તેમજ તાલુકા કોર્ટોમાં યોજાશે લોક અદાલત

વડોદરા જિલ્લા કાનુની સેવા સતા મંડળ અને નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટીના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરીટીના માર્ગદર્શન તેમજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ અને ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન એમ.આર. મેંગદેની અધ્યક્ષતામાં આ વર્ષની પ્રથમ મેગા નેશનલ લોક અદાલતનું તા. 11 ફેબ્રુઆરી 2023ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

વર્ષની પ્રથમ મેગા નેશનલ લોક અદાલતમાં વડોદરા શહેર તેમજ તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગો એકટ કલમ 138ના કેસો, ફકત નાણાની વસુલાતના કેસો, મજુર તકરારના કેસો, ઈલેકટ્રીસીટી એન્ડ વોટર બીલ્સ (નોન કંપાઉન્ડેબલ કેસોને બાદ કરતા), લગ્ન વિષયક તકરારનાં (છુટાછેડા સિવાયના) કેસો, જમીન સંપાદનન રેફરન્સના કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃતિના લાભોને લગતા કેસો, મહેસુલ કેસો, અન્ય દીવાની કેસો (ભાડા તકરાર, સુખાધિકાર, મનાઈ હુકમનાં, વિશીષ્ટ પાલનના દાવા), વગેરે કેસોનો નિકાલ કરવામાં આવશે.

આ લોક અદાલતમાં અંદાજે 18,412 કેસો સુખદ સમાધાન માટે મુકવામાં આવ્યા છે. નેશનલ લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં કેસના ફેસલા થશે. જેથી કોઈ પક્ષકાર પોતાનો કેસ લોક અદાલતમાં મુકવા માંગતા હોય તો તેઓએ અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,વડોદરાનો સંપર્ક કરવા સત્તા મંડળના સેક્રેટરીની યાદીમાં જણાવાયુ છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *