32.7 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, જૂન 14, 2025
32.7 C
Surat
શનિવાર, જૂન 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana News: ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો CMને પત્ર, ફી વધારો રદ્દ કરવા રજૂઆત

Mahesana News: ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો CMને પત્ર, ફી વધારો રદ્દ કરવા રજૂઆત


ઇન્ડિયન મેડિકલ એસોસિએશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. અને મેડિકલ અભ્યાસમાં ફી વધારો રદ્દ કરવા રજૂઆત કરી છે. તેઓએ પત્રમાં જણાવ્યુ હતુ કે, મેડિકલ અભ્યાસ 2025-26 અને 2026-27 માટે કરવામાં આવેલા ફી વધારો તાત્કાલિક અસરથી દુર કરવામાં આવે. સરકારની મેડિકલ ફી રેગ્યુલેશન કમિટીએ 3 જૂનના રોજ ફીમાં વધારો જાહેર કર્યો છે. જેના કારણે મેડિકલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે.

ફી વધારો તાત્કાલિક કરો દૂર

તબીબી સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં ફી વધારો કરાતા દરેક જગ્યાએ તેની ચર્ચા કરવામાં આવી રહી છે. ફી વધારો રદ્દ કરવા માટે હવે કવાયત હાથ ધરવામાં આવી છે. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે. વર્ષ 2025-26 અને 2026-27 માટે કરવામાં આવેલા ફી વધારાને તાત્કાલિક અસરથી દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. મેડિકલ કોલેજ અને બેઠકોમાં વધારો કરી તબીબી સેવા વધારવા અભૂતપૂર્વ પ્રયત્નો થયા છે. સરકારની મેડિકલ ફી રેગ્યુલેશન કમિટીએ 3 જૂનના રોજ આ ફી વધારો જાહેર કર્યો છે. જેને લઇને નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિધાર્થીઓ પર થઇ શકે છે અસર

સરકારી, સેલ્ફ ફાઇનાન્સ અને મેનેજમેન્ટ ક્વોટામાં અસહ્ય અને અસાધારણ ફી વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓના ભણતર પર આની અસર જોઇ શકાય છે. સરકારી અને મેનેજમેન્ટ ક્વોટા માટે 10 થી 12 ટકા ફી વધારો કરાયો છે. વાર્ષિક ફીમાં તોતિંગ વધારો વિધાર્થીઓ અને વાલીઓ માટે ચિંતા વિષય બન્યો છે. તો સાથે રોષનો માહોલ પણ પેદા કર્યો છે. ફી વધારાથી પ્રતિભાશાળી વિધાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે વિવિધ પ્રયાસ કરવા અનિવાર્ય છે. તો આ તરફ, IMA વિધાર્થીઓ અને વાલીઓના હિતમાં ફી વધારો રદ્દ કરવા અનુરોધ સીએમને કરવામાં આવ્યો છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય