પસંદગીના લાર્જ-કેપ્સમાં મજબૂતી પાછળ માર્કેટમાં તેજી

0

[ad_1]

  • નિફ્ટી 18 હજારનું સ્તર પાર કરવામાં સફળ
  • નવા કેલેન્ડરમાં પ્રથમવાર સ્થાનિક બજારનું આઉટપરફોર્મન્સ
  • નાયકા વધુ 5 ટકા ગગડી ઓલટાઇમ લો પર

વૈશ્વિક શેરબજારોમાં સુસ્તી વચ્ચે ભારતીય બજારે મંગળવારે મજબૂતી દર્શાવી હતી. જેને કારણે બેન્ચમાર્ક્સ લગભગ એક ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 563 પોઈન્ટ્સ ઊછળી 60,656ની સપાટીએ જ્યારે નિફ્ટી 158 પોઈન્ટ્સ મજબૂતી સાથે 18,053ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે ખરીદી પાછળ બ્રેડ્થ પોઝિટિવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 37 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધની સરખામણીમાં સુધારો સૂચવી રહ્યાં હતાં. જ્યારે 13 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જોકે મિડ-કેપ અને સ્મોલ-કેપમાં ખાસ લેવાલીના અભાવે બ્રેડ્થ નેગેટિવ જોવા મળી રહી હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3,644 કાઉન્ટર્સમાંથી 1,890 નરમાઈ દર્શાવતાં હતાં. જ્યારે 1,644 કાઉન્ટર્સ પોઝિટિવ જોવા મળી રહ્યાં હતાં. 113 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 45 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3 ટકા ગગડી 14.59ની સપાટીએ બંધ રહ્યો હતો.

મંગળવારે ભારતીય બજારની શરૂઆત ગેપઅપ રહી હતી. જોકે આરંભિક ટ્રેડિંગ અવરમાં બેન્ચમાર્ક એક તબક્કે રેડ ઝોનમાં જોવા મળ્યો હતો. જ્યાંથી ઝડપથી પરત ફ્રીને 18,000નું સ્તર પાર કરી ગયો હતો. જ્યારબાદ મધ્યાહ્ને ફ્રી એકવાર 18 હજારની નીચે ટ્રેડ દર્શાવી આખરી અવરમાં ઝડપી લેવાલી પાછળ 18,072ની ટોચ બનાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. કેશ નિફ્ટી સામે નિફ્ટી ફ્યૂચર્સ 40 પોઈન્ટ્સ પ્રીમિયમ પર બંધ રહ્યો હતો. જે સોમવારની સરખામણીમાં 7 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવતું હતું. આમ માર્કેટમાં પસંદગીના કાઉન્ટર્સને બાદ કરતાં સમગ્રતયા લોંગ પોઝિશનમાં ખાસ ઉમેરો નહોતો થયો. જે સૂચવે છે કે આગામી સત્રોમાં બજાર કોન્સોલિડેશનમાં રહેવાની શક્યતા ઊંચી છે. ટેક્નિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી 18,050નો અવરોધ પાર કરી ગયો છે અને હવે 18,250નું સ્તર એક અવરોધ છે. જે પાર થશે તો વધુ સુધારો જોવા મળી શકે છે. નીચે 17,750નો સપોર્ટ છે. જેની નીચે મોટો ઘટાડો જોવા મળી શકે છે. મંગળવારે નિફ્ટીને સપોર્ટ કરવામાં લાર્સન, હિંદુસ્તાન યુનિલિવર, એચડીએફ્સી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મુખ્ય હતાં. આ સિવાય એચડીએફ્સી, એચડીએફ્સી બેંક, ટીસીએસ અને એચસીએલ ટેક્નોલોજીમાં પણ મજબૂતી જોવા મળી રહી હતી. બીજી બાજુ એસબીઆઈ, બજાજ ફિનસર્વ, ઇન્ડસઇન્ડ બેંક, વિપ્રો, તાતા સ્ટીલ અને બજાજ ફઇનાન્સ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મિડ-કેપ 100 ઈન્ડેક્સ જોકે 0.11 ટકા નેગેટિવ બંધ જોવા મળ્યો હતો. જેમાં સુધારો દર્શાવનાર મુખ્ય કાઉન્ટર્સમાં તાતા કોમ્યુનિકેશન ટોચ પર હતો. શેર 2.23 ટકા સુધારે રૂ. 1,397.65ની સપાટીએ બંધ રહ્યો હતો. આ ઉપરાંત પૂનાવાલા ફઇનાન્સ, ક્યૂમિન્સ, તાતા કેમિકલ્સ, પોલિકેબ, ટયૂબ ઈન્વેસ્ટમેન્ટ્સ, ઈન્ડિયન હોટેલ્સ અને પ્રેસ્ટિજ એસ્ટેટમાં સુધારો જોવા મળી રહ્યો હતો. બીજી બાજુ બેંક ઓફ્ ઈન્ડિયા અપેક્ષાથી વિપરીત પરિણામો પાછળ 5 ટકા જેટલો ગગડયો હતો. આ ઉપરાંત આદિત્ય બિરલા ફેશન, વ્હર્લપુલ, આઈડીએફ્સી ર્ફ્સ્ટ બેંક, પીબી ઈન્ફેટેક, પીએનબી, કોન્કોર અને યુનિયન બેંકમાં પણ વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી સ્મોલ-કેપ 0.04 ટકાના સાધારણ ઘટાડે બંધ જળવાયો હતો. જેમાં સુધરવામાં સ્ટરલાઈટ ટેક્નોલોજી ટોચ પર હતો. શેર 5.18 ટકા મજબૂતી સાથે રૂ. 179.55ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઉપરાંત સુધારો દર્શાવવામાં રેડિકો ખૈતાન, સનટેક રિઅલ્ટી, જેબી કેમિકલ્સ, એપીએલ એપોલો, અવંતિ ફિડ્સ, એમસીએક્સ ઈન્ડિયા, સન ફાર્મા એડવાન્સ, કરુર વૈશ્યનો સમાવેશ થતો હતો. જ્યારે ઘટાડો દર્શાવવામાં પીએનબી હાઉસિંગ ફઇનાન્સ ટોચ પર હતો. ઉપરાંત કેન ફિન હોમ્સ, રેઈલ વિકાસ, કજરિયા સિરામિક, મિશ્રા ધાતુ, સેન્ચૂરી પ્લાયબોર્ડ, રાઈટ્સ અને શિલ્પા લેબો.નો સમાવેશ થતો હતો.

સેક્ટરલ સૂચકાંકોના દેખાવની વાત કરીએ તો એફ્એમસીજી, એનર્જી, રિઅલ્ટી, આઈટી, ઓટો અને બેન્કિંગ પોઝિટિવ બંધ દર્શાવતાં હતાં. જોકે પીએસયુ બેંક ઈન્ડેક્સ 1.84 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવી રહ્યો હતો. જેનું મુખ્ય કારણ બેંક ઓફ્ ઈન્ડિયા તરફથી રજૂ કરવામાં આવેલા પ્રતિકૂળ પરિણામો હતાં. ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની રજૂઆત બાદ બેંક શેર 8 ટકા ગગડયો હતો અને 5 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. આ ઉપરાંત પંજાબ એન્ડ સિંધ બેંક 3 ટકા, યુકો બેંક 3 ટકા, જેકે બેંક 2.4 ટકા, આઈઓબી, 2.3 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જોકે પ્રાઈવેટ બેન્કિંગમાં એચડીએફ્સી બેંક, કોટક બેંક અને એયુ સ્મોલ ફઈ. બેંક મજબૂત જોવા મળી રહ્યાં હતાં.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *